શોધખોળ કરો

Mudra Port: મુદ્રા પોર્ટ પરથી ઝડપાયું 376 કરોડનું ડ્રગ્સ, સંતાડાનો કીમિયો જોઈને અધિકારીઓ પણ ચોંક્યા

Mudra Port: મુદ્રા પોર્ટ પરથી ફરી એક વખત દ્રગ્સ પકડાયું છે. ઓલ કાર્ગો સી.એફ.એસ મુન્દ્રા ખાતેથી ઇમ્પોર્ટ કરેલ કાપડની આડમાં છુપાવેલ ૭૫.૩૦૦ કિલો હેરોઇનનો જથ્થો ગુજરાત એ.ટી.એસએ પકડી પડ્યો છે.

Mudra Port: મુદ્રા પોર્ટ પરથી ફરી એક વખત દ્રગ્સ પકડાયું છે. ઓલ કાર્ગો સી.એફ.એસ મુન્દ્રા ખાતેથી ઇમ્પોર્ટ કરેલ કાપડની આડમાં છુપાવેલ ૭૫.૩૦૦ કિલો હેરોઇનનો જથ્થો ગુજરાત એ.ટી.એસએ પકડી પડ્યો છે. આ હેરોઇનનો જથ્થો કાપડનો રોલ જે પુંઠાની પાઇપ ઉપર વિંટાડેલ હતો તે પુંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટીકની પાઇપ મુકી બન્ને પાઇપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ પેક કરી બન્ને બાજુથી રૂ તથા સેલોટેપ દ્વારાપેક કરેલ હતો અને પુંઠાની પાઇપ તથા પ્લાસ્ટીકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલ હતો જેથી એક્સ-રે સ્કેનીંગ દરમ્યાન પકડાઇ જવાથી બચી શકાય.

બાતમીના આધારે કાર્યવાહી

ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષક દીપન ભદ્રનનાઓને પંજાબ પોલીસના અધિકારીઓ તરફથી રીતે બાતમી મળેલ કે, મુન્દ્રા પોર્ટ ખાતે એક સંદિગ્ધ કન્ટેનર છેલ્લા દોઢ બે મહિનાથી પડેલ છે અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શકયતા છે અને આ કન્ટેનર મુંદ્રાથી પંજાબ ખાતે ડીલીવરી થનાર છે. જે બાતમીને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા વિકસિત કરી સંદિગ્ધ કન્ટેનર અંગેની સચોટ માહિતી જેવી કે, શીપ લાઈનર, કન્સાઈની કંપની, સપ્લાયર કંપની વિગેરે મેળવવામાં આવી હતી. આ બદી વિકસિત માહિતીના આધારે ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની એક ટીમ મુન્દ્રા ખાતે રવાના કરવામાં આવી હતી.

376 કરોડનું ડ્રગ્સ જપ્ત

ત્યાર બાદ મુન્દ્રા ખાતે આવી બાતમી વાળા કન્ટેઇનરને શોધતા સંદિગ્ધ કન્ટેનર ઓલ કાર્ગો સી.એફ.એસ કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન ખાતે લોકેટ કરવામાં આવ્યું. જે કન્ટેઇનરની તપાસ કરતા તેમાં લગભગ ૪૦૦૦ કિ.ગ્રા. કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. જે ૫૪૦ કાપડના રોલમાં વીંટાળેલ હતું. જે કાપડના રોલ્સની ઝીંણવટભરી તપાસ કરતા ૫૪૦ કાપડના રોલ પૈકી ૬૪ રોલની અંદર છુપાવેલ કુલ ૭૫.૩૦૦ કિલો. શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. જેને જોઈને અધિકારીઓ પણ ચોકી ગયા હતા. બાદમાં સ્થળ ઉપર હાજર FSL મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલ માદક પદાર્થ હાઈ પ્યોરીટીનો હેરોઇન હોવાનું જાણવા મળ્યું હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા ૩૭૬.૫ કરોડ હોવાની વાત સામે આવી છે. આ હેરોઈનનો જથ્થો એ.ટી.એસ. તથા પંજાબ પોલીસની ટીમે શોધી કાઢતા તેને જપ્ત કરી ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget