શોધખોળ કરો

Junagadh Rain: જુનાગઢના મુળિયાસા ગામમાં ભારે વરસાદથી ઘર, ખેતરો ડૂબ્યા, ચોમેર પાણી જ પાણી

શનિવાર વરસાદથી આખુ શહેર પાણીમાં ગરક થયું હતું. શહેરમાં આવવા જવાના ચોતરફ રસ્તા બંધ થઈ ગયા હતા.

Junagadh Rain: રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે, ચાલુ વર્ષે મેઘરાજા જ્યાં વરસે છે ત્યાં આભ ફાટયું હોય તેમ અતિશય ભારે વરસાદ વરસી રહ્યો છે. શનિવાર  વરસાદથી આખુ શહેર પાણીમાં ગરક થયું હતું. શહેરમાં આવવા જવાના ચોતરફ રસ્તા બંધ થઈ ગયા હતા. પૂરનું જોર એટલું હતુ કે રાયજીબાગ,રાજલક્ષ્મીપાર્ક સહિત લત્તામાં વજનદાર મોટરકારો  મુખ્ય માર્ગો,શેરીમાં જ તણાવા લાગી હતી. અનેક ભેંસો સહિત પશુઓ પાણીમાં તણાતા હોવાના દ્રશ્યો વાયરલ થયા હતા. નાગરિકો શેરી ઓળંગીને આવેલા ઘરે જવું પણ મુશ્કેલ બની ગયું હતું. જુનાગઢના મુળિયાસા ગામમાં ભારે વરસાદથી લોકોના ઘર, ખેતરો ડૂબી ગયા છે. ઘરમાં પાણી ઘુસી જતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. ખેતરો બેટમાં ફેરવાતા પાકને નુકસાનની ભીતી છે.

Junagadh Rain: જુનાગઢના મુળિયાસા ગામમાં ભારે વરસાદથી ઘર, ખેતરો ડૂબ્યા, ચોમેર પાણી જ પાણી

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે.   આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા  ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.

Junagadh Rain: જુનાગઢના મુળિયાસા ગામમાં ભારે વરસાદથી ઘર, ખેતરો ડૂબ્યા, ચોમેર પાણી જ પાણી

રવિવાર : સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, દ્વારકા, કચ્છમાં ભારેથી અતિભારે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં ભારે વરસાદની આગાહી.

સોમવાર : પોરબંદર, દ્વારકા, જુનાગઢ, કચ્છ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે થી અતિભારે. આણંદ, વડોદરા, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી..

મંગળવાર : પોરબંદર, દ્વારકામાં ભારે થી અતિભારે. આણંદ, ભરૂચ, સુરત, જામનગર, કચ્છમાં ભારે વરસાદની આગાહી.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેતInternational Drug Smuggling Racket: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહીVikram Thakor News: ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?Surat Police:  સુરતમાં જોખમી સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંકવો પડ્યો ભારે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
Danish Kaneria: પાકિસ્તાનના પૂર્વ હિન્દુ ક્રિકેટરે શાહિદ આફ્રીદી પર લગાવ્યો ગંભીર આરોપ,ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ
Danish Kaneria: પાકિસ્તાનના પૂર્વ હિન્દુ ક્રિકેટરે શાહિદ આફ્રીદી પર લગાવ્યો ગંભીર આરોપ,ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ
Holi 2025: હોળી પર મહેમાનોને ખવડાવો આ 5 ખાસ મીઠાઈ, રેસીપી પૂછતા રહી જશે ગેસ્ટ
Holi 2025: હોળી પર મહેમાનોને ખવડાવો આ 5 ખાસ મીઠાઈ, રેસીપી પૂછતા રહી જશે ગેસ્ટ
Embed widget