Mahesana News: 2008માં બનેલા બ્રિજની હાલત બિસ્માર, આ પુલ 50 દિવસ માટે રહેશે સંપૂર્ણ બંધ
મહેસાણાનો બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી સમારકામ માટે આગામી 50 દિવસ સુધી સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
Mahesana: મહેસાણાનો બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી સમારકામ માટે આગામી 50 દિવસ સુધી સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
મહેસાણાનો આંબેડકર બ્રીજ આગામી 50 દિવસ સુધી સંપૂર્ણ બંધ રહેશે, આ બ્રિજ 2008માં નિર્માણ પામ્યો હતો. જો કે હાલ તેની બિસ્માર હાલત છે. 250 મીટરનો આ પુલની હાલત જર્જરિત થઇ ગઇ છે. કોઇ મોટી દુર્ઘટના ન બને માટે બ્રિજ બંધ કરવા જાહેરનામું બહાર પાડવા માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા કલેક્ટરને દરખાસ્ત કરાઈ છે. મહેસાણા-રામોસણા ચાર રસ્તાથી માનવ આશ્રમ લિંક રોડને જોડતો આ બ્રિજ 2008માં તૈયાર થયો હતો. અંદાજિત 10 લાખના ખર્ચે ફરી આ બ્રિજનું સમાકામ થશે.
Jammu and Kashmir: રાજૌરીના જંગલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના દસાલ જંગલ વિસ્તારમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. સેનાને ગુપ્ત માહિતી મળી હતી કે દસાલ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની અવરજવર છે. આ પછી ગુરુવારે રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આતંકવાદીઓ દ્વારા અડધી રાત્રે ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. સવાર સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. ઘટનાની પુષ્ટિ કરતા એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે એન્કાઉન્ટર ચાલુ છે.
પોલીસે દસાલથી આગળ સામાન્ય લોકોની અવરજવર અને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. જંગલની અંદર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જંગલમાં એકથી બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. વધારાના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
બારામુલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ
આ પહેલા ગુરુવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબા (LeT)ના બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. આતંકીઓ પાસેથી બે ચાઈનીઝ પિસ્તોલ, બે મેગેઝીન અને 15 રાઉન્ડ મળી આવ્યા છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સુહેલ ગુલઝાર અને વસીમ અહેમદ પાતા તરીકે થઈ છે. એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે આ બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે તપાસ હજુ ચાલી રહી છે.
જણાવી દઈએ કે શ્રીનગરમાં જી-20 સંમેલનના સફળ આયોજન બાદ નિયંત્રણ રેખાથી લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પાકિસ્તાનની નાપાક હરકતો સતત ચાલુ છે. ગુરુવારે મધ્યરાત્રિએ જમ્મુના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને BSF જવાનોએ ઠાર માર્યો હતો.
બીજી તરફ, BSF અધિકારીઓનો સંપર્ક કર્યા પછી, પાકિસ્તાની રેઝરોએ ઘૂસણખોરની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સુરક્ષા દળોએ જમ્મુ ડિવિઝનમાં સરહદ પર 15 દિવસમાં બીજા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. આ પહેલા સેનાએ પૂંચ જિલ્લાના મેંધરમાં નિયંત્રણ રેખા પર કાર્યવાહી કરી હતી. તેની પાસેથી આઈઆઈડી અને ડ્રગ્સ મળી આવ્યા હતા.