Gujarat Rain: ખંભાળીયામાં મેઘાની તોફાની બેટિંગ, 4 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો, હિટાચી મશીન ફસાયું
Gujarat Rain: દ્વારકા જિલ્લા મથક ખંભાળીયામાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દ્વારકા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં જ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
Gujarat Rain: દ્વારકા જિલ્લા મથક ખંભાળીયામાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દ્વારકા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં જ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ પડતા ખેડૂતપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે. ખંભાળિયા શહેરમાં છેલ્લા 4 કલાકમાં ખાબકેલા 5 ઇંચ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખંભાળીયામાં છેલ્લા 4 કલાકમાં 123 એમએમ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા શહેરને જોડતા તમામ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દ્વારકાના ખંભાળીયા તાલુકાના મોટી ખોખરી ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદી પાણીના પ્રવાહમાં એક હિટાચી મશીન ફસાયું છે. મોટી ખોખરી બ્રિજનું કામ કરતી વેળાએ ધોધમાર વરસાદ ખાબકતા હિટાચી મશીન પાણીના પ્રવાહમાં ફસાયું હતું. ખંભાળીયાની સાથે સાથે ભાણવડ પંથકમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ભાણવડમાં બે ઇંચ જેટલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. બે ઇંચ વરસાદથી અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
આગામી 24 કલાકમાં વરસાદનું અનુમાન
રાજ્યભરમાં શ્રીકાર વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાનના અપડેટની વાત કરીએ તો ફરી હવામાન વિભાગે હજું આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
આગામી 24 કલાક કયાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે, કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદનો પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. જામનગર, દ્વારકા ,સોમનાથ મોરબી રાજકોટ, પોરબંદરમાં અમરેલી,સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ સહિત ભારે વરસાદની આગાહી છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ,મહેસાણા,મોડાસા હિંમતનગર સહિત ભારે વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જો કે બે દિવસ બાદ વરસાદનુ જોર ઘટી શકે છે.
શું કહ્યું અંબાલાલ પટેલે
અંબાલાલ પટેલે આંકલન કરતાં કહ્યું, ધીમેધીમે વરસાદનું જોર ઘટવા લાગશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. મહેસાણા, જોટાણામાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાત ભારે વરસાદની શક્યતા છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે. 18થી 20 જુલાઈએ સમગ્ર દેશમાં વરસાદ વરસી શકે છે. ઓડિશા, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. હાલની સિસ્ટમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન તરફ જશે.