ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
My Ration app e-KYC online: e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઇલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો આપવાની રહે છે.
My Ration app guide: રેશનકાર્ડના e-KYC થી ભવિષ્યમાં ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લાભાર્થીઓ લઇ શકે તે માટે તમામ રેશનકાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઇ માટે e-KYC કરાવવું જરૂરી બન્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લા ૨ મહિના દરમિયાન નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો ૨૦,૦૭૭,૨૭ ઈ- કેવાયસી પૂર્ણ કરીને રાજ્યમાં અગ્રેસર છે.
રેશનકાર્ડ ધારક ૪ (ચાર) રીતે e-KYC કરાવી શકે છે. ઘરે બેઠાં “My Ration” Mobile Application થી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે. ગ્રામ્ય સ્તરે ઇ-ગ્રામ કેન્દ્રમાં V.C.E. મારફત, તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરીમાં રૂબરૂ જઇને, સરકાર માન્ય વાજબી ભાવની દુકાને રૂબરૂ જઇને e-KYC કરાવી શકાય છે.
e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઇલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો આપવાની રહે છે. કોઇ દસ્તાવેજની ઝેરોક્ષ કોપીની જરૂર નથી. E-KYC કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. રેશનકાર્ડ ધારકે પોતાની કોઇપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં.
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી e-KYC કેવી રીતે કરવું
Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો. પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે. એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં. જે નામ સામે "NO" દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.
નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ (આંખ ખૂલી રાખવી જરૂરી છે).
ગ્રીન લાઈન થઈ ગયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો. હવે, તમને "સક્સેસફુલ મેસેજ" મળશે.
આ પણ વાંચો....
જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે