(Source: ECI/ABP News/ABP Majha)
Kutch: કચ્છમાં ફરીવાર ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલમાં 4.2ની તીવ્રતા નોંધાઈ
કચ્છમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
કચ્છઃ કચ્છમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ખાવડામાં મોડી રાત્રે એક વાગ્યાને 9 મિનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયું હતું. હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 39 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન બોર્ડર પાસે નોંધાયું હતુ.
Gandhinagar: કમોસમી વરસાદથી થયેલા નુકશાન અંગેની સર્વેની કામગીરી પુર્ણ, 565 ટીમોએ ખેડૂતોની લીધી મુલાકાત
Gandhinagar: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટુ નુકશાન પહોંચ્યુ છે, ખેડૂતોના તમામ પાકનું નુકશાન વેઠવાનો વેઠવાનો વારો આવ્યો હતો, હવે અંગે રાજ્ય સરકારે પાક નુકશાની અંગેના સર્વેની કામગીરીને પુર્ણ કરી છે. આ માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૫૬૫ ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના તેમના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરી સર્વે કરવામાં આવ્યો હતો.
સર્વે કામગીરી સંતોષકારક, કોઈપણ પ્રકારના પક્ષપાત વિના સંપન્ન -
રાજયમાં માર્ચ-૨૦૨૩માં વિવિધ જીલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૫૬૫ ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર સંપન્ન કરવામાં આવી છે, એમ ખેતી નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કમોસમી વરસાદ સંદર્ભે ગ્રામીણ કક્ષાએથી ખેડૂત આગેવાનો, સરપંચશ્રીઓ, પદાધિકારીઓ દ્વારા મળેલી રજૂઆતો/અરજીઓના અહેવાલ ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્ર તથા ખેતીવાડી ખાતાના ફિલ્ડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બે દિવસમાં પ્રાથમિક સર્વેની કામગીરી શરુ કરવામાં આવી હતી તથા વિગતવાર સર્વેની જરૂરિયાત જણાતા સ્થાનિક પરિસ્થિતિ મુજબ તા.૦૭/૦૩/૨૦૨૩થી લઈ તબક્કાવાર વિવિધ જિલ્લાઓમાં સર્વે ટીમની રચના કરી વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જસદણ તાલુકાના આટકોટ ગામમાં પણ ખેડુતવાર વિગતવાર સર્વે કરી સર્વે યાદી બનાવવામાં આવી છે જેમાં જે બે ખેડુતોનો સર્વેમાં સમાવેશ થયેલ છે તથા તેઓનાં ખેતર ઉપર સર્વે ટીમ દ્વારા તા. ૦૯-૧૦/૦૩/૨૦૨૩ નાં રોજ સ્થળ મુલાકત લીધેલ જેમાં એક ખેડૂતનાં ખેતરમાં ઘંઉ પાકનુ વાવેતર માલુમ પડેલ તથા કુલ ઘંઉ વાવેતર ૨ હેકટર પૈકી ૦.૬૪ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત/ઢળી પડેલ હોવાનુ જણાયું છે તથા બીજા ખેડૂતનાં ખેતરમાં ૧.૬૦ હેકટર વિસ્તારમાં ઉનાળુ તલ પાકનુ આગોતરૂ વાવેતર માલુમ પડેલ તથા તલ પાક વાનસ્પતિક વૃધ્ધિ અવસ્થાએ માલુમ પડેલ પરંતુ બન્ને ખેડૂતના ખેતર પર નિયત ધોરણ તથા માપદંડ અનુસાર નોંધપાત્ર નુકશાન જણાયું નહોતું એટલે એમનો સહાયમાં સમાવેશ કરાયો નથી.આ અગેના માધ્યમોમાં પ્રસારિત થયેલા સમાચારોનું ખંડન કરવામાં આવે છે