ABP Cvoter Exit Poll 2022 Live: ગુજરાત-હિમાચલમાં કોની બનશે સરકાર, જાણો શું કહે છે એક્ઝિટ પોલ
ગુજરાત ચૂંટણીમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સોમવારે (5 ડિસેમ્બર) પૂર્ણ થયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થયું હતું.
LIVE
Background
Gujarat-Himachal Exit Poll 2022 LIVE: ગુજરાત ચૂંટણીમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સોમવારે (5 ડિસેમ્બર) પૂર્ણ થયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થયું હતું. હિમાચલમાં પણ 12મી નવેમ્બરે મતદાન થયું છે. abp સમાચાર આજે આ બંને રાજ્યોના એક્ઝિટ પોલ બતાવવા જઈ રહ્યા છે. એબીપી ન્યૂઝ એક જવાબદાર ચેનલ છે, તેથી અમે ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને, સાંજે 6.30 વાગ્યા પછી જ પ્રથમ એક્ઝિટ પોલ ડેટા બતાવીશું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં કુલ 63 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં 5 વાગ્યા સુધી સરેરાશ 62 ટકા મતદાન થયું છે. હિમાચલ પ્રદેશમાં માત્ર એક જ તબક્કામાં મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન દરમિયાન 75 ટકાથી વધુ મતદાન થયું હતું. બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. 2017ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 99 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. ગુજરાતમાં અવારનવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ જોવા મળી છે, પરંતુ આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ પ્રયાસ કર્યો છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ઘણી રેલીઓ યોજી હતી અને લોકોને મફત વીજળી, મફત શિક્ષણ જેવા ઘણા વચનો આપ્યા હતા.
હિમાચલ પ્રદેશની વાત કરીએ તો ત્યાં પણ હાલમાં ભાજપની સરકાર છે. રાજ્યમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ રહ્યો છે. હિમાચલ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે 68માંથી 44 બેઠકો જીતીને બહુમતી સાથે સરકાર બનાવી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. ગુજરાતની જેમ હિમાચલમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે.
Himachal Exit Polls Result 2022: હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં ભાજપની જીત
હિમાચલ પ્રદેશમાં કુલ 68 સીટો છે. એબીપી સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 33-41, કોંગ્રેસને 24-32, AAPને 0 અને અન્યને 0-4 બેઠકો મળવાની ધારણા છે.
Himachal Exit Polls Result 2022:હિમાચલ પ્રદેશમાં કોને કેટલા ટકા મળ મળવાનું અનુમાન
હિમાચલ પ્રદેશમાં કુલ 68 સીટો છે. એબીપી સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર, અહીં ભાજપને 45%, કોંગ્રેસને 41%, AAPને 2% અને અન્યને 12% વોટ શેર મળી રહ્યા છે.
ગુજરાતમાં ફરી બનશે ભાજપ સરકાર
એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને 134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.
Gujarat Exit Poll: મધ્ય ગુજરાતમાં કોને કેટલી બેઠકો
એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર મધ્ય ગુજરાતની 61 પૈકી ભાજપને 47 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે કૉંગેસને 13 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળવાનું અનુમાન નથી.
ભાજપ-47
કૉંગ્રેસ-13
આપ-0
અન્ય -1
Gujarat Exit Polls 2022 Live: એક્ઝિ પોલ પર ગુજરાતના મંત્રીનું નિવેદન
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે એક્ઝિટ પોલમાં જે કંઈ આવી રહ્યું છે તેના કરતાં અમે વધુ સીટો જીતીશું. આપ ક્યાંય લડાઈમાં નથી. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધીએ વધુ પ્રચાર કર્યો હોત તો કોંગ્રેસને વધુ નુકસાન થાત.