Election: મતદાન મથક પર ધાક-ધમકીની રાજનીતિ શરૂ, કચ્છમાં ભાજપે ધમકી આપ્યાનો પૂર્વ ધારાસભ્યનો આરોપ
Gujarat Local Body Election 2025: કચ્છ જિલ્લામાં રાજનીતિ શરૂ થઇ છે. મતદાન મથક પર રાજકીય પક્ષોના સભ્યો દ્વારા એકબીજા વિરૂદ્ધ ધમકી આપવાની વાત સામે આવી છે

Gujarat Local Body Election 2025: જે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ રહ્યું છે. મતદાન EVM દ્વારા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. 18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. પરંતુ આ બધાની વચ્ચે હવે કેટલીક જગ્યાએથી કિન્નાખોરી અને ધમકીની રાજનીતિની વાતો સામે આવી રહી છે. કચ્છમા ભાજપ પર ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે.
કચ્છ જિલ્લામાં રાજનીતિ શરૂ થઇ છે. મતદાન મથક પર રાજકીય પક્ષોના સભ્યો દ્વારા એકબીજા વિરૂદ્ધ ધમકી આપવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, કચ્છ જિલ્લાની રાપર પાલિકાની ચૂંટણીમાં ધાક-ધમકી અપાયાના આરોપો લાગ્યા છે. પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ ધમકીનો આરોપ લગાવ્યો છે. ભાજપના ધારાસભ્યના પુત્રએ વોર્ડ નં 4માં ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે. પૂર્વ ધારાસભ્યના પતિ કોંગ્રેસના એજન્ટ પાસે જતા ભાજપ દ્વારા ધાક-ધમકી અપાયાની વાત સામે આવી છે. ધાક-ધમકી વાતો વચ્ચે હવે મતદાન મથક પર રાજનીતિ તેજ થઇ ગઇ છે.
66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણીને લઇ રાજ્યભરમાં વિવિધ જગ્યાએ મતદાન થઇ રહ્યું છે. જેમાં રાજકરણીઓના નિવેદન સામે આવ્યા હતા. જેમાં પરિણામ દિવસે અનેક કોંગ્રેસના કાર્યકરો ડિપોઝિટ ડુલ થવાનું તેઓ જણાવી રહ્યા છે.
મતદાન અટક્યું
સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનને લઇ મોટી ઘટના સર્જાઇ હતી. જેમાં જીન વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર 1 પર ઇવીએમ ખોટવાતા મતદાન અટક્યું હતું. ત્યારે BLOએ EVM બદલવાની કામગીરી કરી હતી. જેમાં બીજું EVM પણ ખરાબ થઇ જતા મતદારોની લાઇન લાગી હતી. જે બાદ ત્રીજું EVM મૂકી ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો
Election: બાલાસિનોરમાં નિયમોની ધજ્જીયાં ઉડી, કોંગ્રેસના ઉમેદવારો લોકોને દારૂ વહેંચતા ઝડપાયા





















