માધ્યમિક શિક્ષણ બોર્ડની 7 બેઠક માટે શનિવારે યોજાશે ચૂંટણી, 21 સભ્યો હોદ્દાની રૂએ નિમણુંક અપાશે
25 સપ્ટેમ્બર શનિવારે માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાશે. કુલ 9 માથી 7 સભ્યોની પસંદગી માટે મતદાન થશે.
25 સપ્ટેમ્બર શનિવારે માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાશે. કુલ 9 માંથી 7 સભ્યોની પસંદગી માટે મતદાન થશે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાન યોજાશે. 74,146 મતદારો રાજ્યના 126 મતદાન મથકો પર મતદાન કરશે.
ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે દર 3 વર્ષે યોજાય માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઇ છે. ચૂંટણી નિયત સમય કરતા 15 મહિના મોડી યોજવામાં આવી રહી છે. જેમાં 1 સંચાલક, 1 આચાર્ય, 1 ઉચ્ચતરના શિક્ષક, 1 માધ્યમિકના શિક્ષક, 1 ક્લાર્ક અથવા પ્યુન, 1 ઉત્તર બુનિયાદી શિક્ષક અથવા આચાર્ય, 1 વાલી મંડળના સભ્ય, 1 સરકારી માધ્યમિક શાળાના શિક્ષક અને 1 બી.એડ. કોલેજના પ્રિન્સિપલની વરણી થતી હોય છે.
સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણ ધારો 1972માં ઘડાયો હતો. જેમાં શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંવર્ગોને બોર્ડમાં સ્થાન અપાયું હતું. અત્યાર સુધી બોર્ડના સભ્યોનું સંખ્યા બળ 64 હતું. જેમાં 26 જેટલા સભ્યો ચૂંટાઈને આવતા હતા. જ્યારે બાકીના સભ્યોને હોદ્દાની રૂએ નિમણુંક અપાતી હતી. જોકે, સરકાર દ્વારા મે-2020માં ગુજરાત વિધાનસભામાં શિક્ષણ ધારામાં સુધારો કર્યો હતો. જેમાં અગાઉ બોર્ડના સભ્યોનું સંખ્યાબળ 64નું હતું તે ઘટાડીને 30નું કરી દીધું છે. જેમાં 9 સભ્યોની ચૂંટણી યોજાશે જો કે અહીં સરકારી હાઇસ્કૂલના શિક્ષકની તેમજ બીએડ કોલેજના પ્રિન્સિપાલ ની બેઠક બિનહરીફ થતાં 7 બેઠકો માટે મતદાન યોજાશે અને બાકીના 21 સભ્યો હોદ્દાની રૂએ નિમણુંક અપાશે.
25 સપ્ટેમ્બર શનિવારે અમદાવાદ ગ્રામ્યમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં
6 બુથ પર મતદાન યોજાશે.અમદાવાદ શહેરમાં 7 બુથ પર મતદાન યોજાશે.વાલી મંડળની બેઠક માટે અમદાવાદમાંથી બે ઉમેદવાર નરેશ શાહ અને ધીરેન વ્યાસ ખંડ 1 શાળાના આચાર્યોને બેઠક માટે અમદાવાદ ગ્રામ્યમાં 221 મતદારો, ખંડ 2 ઉતર બુનિયાદી શાળાના આચાર્ય અને શિક્ષક માટે 45 મતદારો,ખંડ 3 શાળાના શિક્ષકોની બેઠક માટે 1347 મતદારો,
ખંડ 5 શાળાના બિન શૈક્ષણિક કર્મચારી માટે 877 મતદારો,ખંડ 6 શૈક્ષણિક કર્મચારી માટેની બેઠક પર 1112 મતદારો,ખંડ 8 શાળા સંચાલકની બેઠક માટે 396 મતદારો,ખંડ 9 વાલી મંડળની બેઠક માટે 324 મતદારો મતદાન કરશે.