સરકારના આદેશ બાદ પણ ગુજરાતની આ કોલેજની દાદગીરી, વિદ્યાર્થીઓને ફી ભરવા રૂબરૂમાં કોલેજ બોલાવ્યા
મહત્વનું છે કે આ સ્કૂલના પ્રિન્સિપાલ ગિરીશ રાણા પૂર્વ સાંસદ કાશીરામ રાણાના જમાઈ થાય છે.
કોરોના સંક્રમણ વચ્ચે વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજે સરકારના આદેશોના લીરેલીરા ઉડાડ્યા છે. જી હા સ્કૂલ, કોલેજ બંધ રાખવાના આદેશ બાદ પણ એન.એચ,કોમર્સ કોલેજે વિદ્યાર્થીઓને ફી ભરવા માટે રૂબરુ બોલાવ્યા હતા. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવતા હોવાનો ખુલાસો થયો છે.
આ અંગે જ્યારે એબીપી અસ્મિતાએ પ્રિન્સિપલને પૂછ્યું તો તેમની કોઈ જવાબદારી જ ન હોય તેમ ઉડાઉ જવાબ આપ્યો હતો. એટલું જ નહીં 50 ટકા સ્ટાફ હાજર રાખવાનો નિયમ હોવા છતા તમામ સ્ટાફના સભ્યોને સ્કૂલે બોલાવાતા હોવાનું સામે આવ્યું છે. આ અંગેની જાણ થતા જ વલસાડ કોવિડ-19ના નોડલ ઓફિસર અને પોલીસની ટીમ સ્કૂલે પહોંચી હતી. જે બાદ પ્રિન્સિપાલના સૂર ઢીલા પડ્યા હતા. જો કે પોલીસે પણ રૂબરુ ફી લેવાનું બંધ કરવાનું કહી સંતોષ માન્યો હતો. મહત્વનું છે કે આ સ્કૂલના પ્રિન્સિપાલ ગિરીશ રાણા પૂર્વ સાંસદ કાશીરામ રાણાના જમાઈ થાય છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12955 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણથી વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7912 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 12995 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,77,391 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,48,124 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 147332 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.37 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 22 , સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશમાં 10, વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 2, જામનગર કોર્પોરેશમાં 9, વડોદરા 5, સુરત 5, જામનગર-5, ભાવનગર કોર્પોરેશન 3, પંચમહાલ -2, નવસારી-1, દાહોદ-1, સુરેન્દ્રનગર-2, જુનાગઢ-5, ગીર સોમનાથ-1, જુનાગઢ કોર્પોરેશન-4, મહીસાગર-2, ખેડા-2, કચ્છ-3, રાજકોટ-6, આણંદ-1, અમરેલી-1, બનાસકાંઠા-4, પાટણ-1, સાબરકાંઠા-5, અરવલ્લી-1, છોટા ઉદેપુર-1, વલસાડ-1, મોરબી-1, ભરુચ-2, નર્મદા-2, ભાવનગર-5, અમદાવાદ-1 અને બટાદમાં 1ના મોત સાથે કુલ 133 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4174 , સુરત કોર્પોરેશન-1168, વડોદરા કોર્પોરેશમાં 722, મહેસાણા-525, જામનગર કોર્પોરેશન-398, રાજકોટ કોર્પોરેશન-391, વડોદરા-385, જામનગર-339, ભાવનગર કોર્પોરેશન 307, સુરત-298, પંચમહાલ -237, નવસારી-216, દાહોદ-198, સુરેન્દ્રનગર-195, જુનાગઢ-193, ગીર સોમનાથ-192, જુનાગઢ કોર્પોરેશન-189, મહીસાગર-188, ખેડા-180, કચ્છ-173, રાજકોટ-170, ગાંધીનગર-158, આણંદ-157, અમરેલી-156, બનાસકાંઠા-156, પાટણ-154, ગાંધીનગર કોર્પોરેશન- 148, સાબરકાંઠા-147, અરવલ્લી-124, છોટા ઉદેપુર-118, વલસાડ-118, તાપી-113, મોરબી-92, ભરુચ-91, નર્મદા-87, ભાવનગર-84, અમદાવાદ-74, દેવભૂમિ દ્વારકા-58, પોરબંદર-44, ડાંગ-20 અને બટાદમાં 18 કેસ સાથે કુલ 12955 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,91,519 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 27,51,964 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,28,43,483 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 36,226 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 30,678 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 65,480 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.