શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં ઠંડીનો પારો ઉંચકાતા મિશ્ર ઋતુનો અનુભવ, આગામી દિવસોમાં ફરી ઠંડીનું જોર વધશે
રાજ્યમાં હાલ તો બપોરે ગરમી અને રાતે ઠંડીના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નલિયામાં સૌથી ઓછુ 5.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
હાલ રાજ્યમાં ઠંડીનો પારો ઉંચકાતા નાગરિકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. નલિયા, કંડલા અને કેશોદ સિવાયના વિસ્તારોમાં ઠંડી વધી છે. જો કે સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
રાજ્યમાં હાલ તો બપોરે ગરમી અને રાતે ઠંડીના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નલિયામાં સૌથી ઓછુ 5.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો કંડલા એયરપોર્ટ પર 10.1 ડિગ્રી, કેશોદમાં 10 ડિગ્રી, અમદાવાદમાં 13.3 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, સુરતમાં 16.8 ડિગ્રી, વલસાડમાં 11.5 ડિગ્રી, અમરેલીમાં 12.4 ડિગ્રી, ભાવનગરમાં 14.2 ડિગ્રી, ઓખામાં 16 ડિગ્રી, રાજકોટમાં 12.1 ડિગ્રી, વેરાવળમાં 16.4 ડિગ્રી, સુરેંદ્રનગરમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
બીજી બાજુ મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં શિયાળુ માહોલ ફરીથી શરૂ થયો છે. મુંબઇમાં બુધવારે વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. ઠંડા પવનોને કારણે આજે લઘુત્તમ તાપમાનમાં પણ એક(૧) ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
બીજીબાજુ બુધવારે મહારાષ્ટ્રનાં અમુક સ્થળોએ પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોવાના સમાચાર મળે છે. મધ્ય મહારાષ્ટ્રનું જળગાંવ ૧૧.૪ ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion