એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝાડ પર ફાંસો ખાઇ કરી લીધી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી જશો
નવસારીના વાંસદા તાલુકાની હૈયુ કંપાવી નાખે એવી ઘટના બની છે. વાંસદાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોએ ગળા ફાંસો ખાને ઈ જીવન ટુંકાવ્યું.
નવસારી: વાંસદા તાલુકાની હૈયુ કંપાવી નાખે એવી ઘટના બની છે. વાંસદાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોએ ગળા ફાંસો ખાને ઈ જીવન ટુંકાવ્યું.
નવસારીના વાંસદા તાલુકાની હૈયુ કંપાવી નાખે એવી ઘટના બની છે. વાંસદાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોએ ગળા ફાંસો ખાને ઈ જીવન ટુંકાવ્યું. પ્રાથમિક દષ્ટીએ તપાસ કરતા જાણવા મળ્યું છે કે, પરિવારના સભ્યની બીમારીથી કંટાળીને સમગ્ર પરિવારે આવું આત્મઘાતી પગલુ ભર્યું છે.
નવસારીના વાંસદા તાલુકાના મોળા આંબા ગામની આ ઘટના છે. ઘટનાની જાણ થતાં વાસંદા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ઘરી હતી. પ્રાથમિક રીતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, પરિવારના એકના એક પુત્રને બીમારી હોવાથી તેમની ગંભીર બીમારીથી કંટાળીને પરિવારે ગળા ફાસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં વાસંદા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણેય સભ્યોની ઝાડ પર લટકતાં મૃતદેહને નીચે ઉતાર્યાં હતા. તેણેયના મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે વાસંદા કોટેજ હોસ્પિચલ મોકલાયા છે. એક પરિવારના ત્રણેય લોકોએ સામૂહિક આપઘાત કરતામ સમગ્ર મોળા આંબા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભરૂચમાં માત્ર 10 રૂપિયા માટે પાડોશીની હત્યા
ભરૂચમાં ફક્ત દસ રૂપિયાને લઇને એકની હત્યા કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર ભરૂચના મકતમપુર બોરભાઠાબેટ પેટમાં રહેતા એક વ્યક્તિ પાસે તેના પાડોશીએ 10 રૂપિયાની માંગણી કરી હતી જેથી ઉશ્કેરાયેલા તે વ્યક્તિએ પાડોશીની હત્યા કરી દીધી હતી. મૃતક યુવાને તેની પાડોશમાં જ રહેતા વ્યકિતને 10 રૂપિયા આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા પાડોશીએ ધારિયાનો ઘા મારી હત્યા હતી. સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી જાણકારી અનુસાર ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા 45 વર્ષીય સતપાલ સમસેરસિંગ રાઠોડ પાસે તેના પાડોશી દેવનભાઇ ટીનાભાઇ વસાવાએ 10 રૂપિયાની માંગણી કરી હતી. જોકે, સતપાલે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો જેથી ઉશ્કેરાયેલા દેવનભાઇ વસાવાએ સતપાલના માથાના ભાગે ધારિયાના ઘા મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા. સ્થાનિકોને આ અંગેની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સતપાલસિંગને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે સતપાલ રાઠોડને મરણ જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હુમલાખોર દેવનભાઈ ટીનાભાઇ વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.