શોધખોળ કરો

Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો

Rain: ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે

Rain: ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. તાજા આંકડા પ્રમાણે, રાજ્યમાં વરસાદે વિનાશ નોતર્યો છે. શ્રાવણ માસમાં પડેલા અવિરત વરસાદના કારણે ખેડૂતોના મોટાભાગના પાકો બળીને ખાખ થઇ ગયો છે. હજુ પણ રાજ્યમાં અતિવૃષ્ટીનો કહેર યથાવત છે. 

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી ઉત્તરથી લઇને દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મેઘતાંડવ થઇ રહ્યું છે. વરસાદે રાજ્યમાં ખેડૂતોને પાયમાલ કરી દીધા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. કુદરતના પ્રકોપથી ગુજરાતનો ખેડૂત લાચાર બન્યો છે. અતિવૃષ્ટિનો કહેરથી ચાર હજાર ગામોમાં પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં મગફળી, કપાસ, શેરડી પકવતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ડાંગર, શાકભાજી સહિતના પાકો પણ વરસાદી પાણીમાં ધોવાઇ ગયા છે. ખેડૂતોને ઉભા પાક ઉપરાંત ખેતરોમાં જમીનનું ધોવાણ થવાનો બેવડો માર સહન કરવો પડ્યો છે. ગુજરાતમાં અતિવૃષ્ટીના કારણે રાજ્યમાં ખેડૂતો અને ખેતીને મોટુ નુકસાન પહોંચ્યુ છે. 

રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે.  કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના  છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.

ગુજરાતમાં સિઝનનો  કેટલો વરસાદ વરસ્યો?

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં  116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો

Gujarat Rain forecast: રાજ્યના આ 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Embed widget