Gujarat Rain forecast: રાજ્યના આ 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain forecast: હવામાન વિભાગની આગાહી મુજહ આજે રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આ 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
Gujarat Rain forecast:હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ ગુજરાતના 4 જિલ્લામાં આજે ભારે વરસાદનું (rain) અનુમાન છે. આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.
આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદમાં પણ આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે.
રાજ્યના ડેમની જળસપાટી ક્યાં પહોંચી?
રાજ્યના 207 પૈકી 117 જળાશયો છલોછલ કચ્છ-સૌરાષ્ટ્રના 97 જળાશયો હાઉસફુલ થયા છે. .. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નવ નવ, તો ઉત્તર ગુજરાતના બે ડેમ સંપૂર્ણ ભરાયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 161 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે... 90 ટકાથી વધુ ભરાયેલા 142 જળાશયો હાઈએલર્ટ પર છે. , 80થી 90 ટકા ભરાયેલા 12 ડેમ એલર્ટ પર છે , તો 70થી 80 ટકા ભરાયેલા સાત જળાશયો વોર્નિંગ પર છે.
ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 121.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં 183.32 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 128.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 123 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 117.12 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 105.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા પાંચ વર્ષ બાદ અમદાવાદ જિલ્લામાં ચોમાસાની સિઝનનો 100 ટકા વરસાદ નોંધાયો છે. આ વર્ષે ધોળકામાં સૌથી વધુ 129 ટકા, જ્યારે સાણંદમાં સૌથી ઓછો 58 ટકા વરસાદ વરસ્યો છે.
તો બીજી તરફ ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ વર્ષે અતિવૃષ્ટીથી રાજ્યના ચાર હજાર ગામોમાં પાકને ભારે નુકસાન થયું છે. મગફળી, કપાસ, શેરડી, ડાંગર, શાકભાજી સહિતના પાક પર વરસાદી પાણી ફરી વળતાં પારાવાર નુકસાન થયું છે.