Banaskantha: બનાસકાંઠામાં ધારાસભ્યની હાજરીમાં ખેડૂત આગેવાન પર હુમલો, લાફા ઝીંક્યા
અટલ ભુજલના કાર્યક્રમમાં અમરાભાઈ ચૌધરીને માર મારવામાં આવ્યો છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં જ ખેડૂત નેતા પર તેમના સમર્થકોએ હુમલો કરી દીધો હતો.
બનાસકાંઠાઃ બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂત આગેવન પર હુમલાની ઘટના બની છે. અટલ ભુજલના કાર્યક્રમમાં અમરાભાઈ ચૌધરીને માર મારવામાં આવ્યો છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં જ ખેડૂત નેતા પર તેમના સમર્થકોએ હુમલો કરી દીધો હતો. ધારાસભ્યના જ ટેકેદારો ધારાસભ્યની જ હાજરીમાં ખેડૂત અગ્રણીને ગાલ પર લાફા ઝીંક્યા હતા. સમગ્ર વિસ્તારમાં મારામારીની આ ઘટના ચર્ચામાં છે.
ધારાસભ્ય કેસાજી ચૌહાણે વચ્ચે પડી વિવાદ થાળે પાડ્યો હતો. ખેડૂતોના પ્રશ્ને અમરાભાઈ અનેક આંદોલન કરી ચુક્યા છે. અમરાભાઈએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ધારાસભ્યની હાજરીમાં થયેલી આ મારામારીની ઘટના હાલ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.
અહેવાલ અનુસાર બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં અટલ ભૂજલ યોજના માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અન્ય અગ્રણીઓ પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી નામના વ્યક્તિ ધારાસભ્યને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.આ રજૂઆત દરમિયાન અચાનક ખેડૂત પર નારાજ થયેલા ધારાસભ્યના ટેકેદારોએ ખેડૂત આગેવાનને એક પછી એક બે લાફા ઝીંકી દીધા હતા.
તાપી-સોનગઢના ગુણસરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની થશે ઉજવણી
આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે તા. 9મી ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આદિજાતિ વસતી ધરાવતા 14 જિલ્લાના વિવિધ સ્થળો ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મુખ્યમંત્રીની સાથે કોણ કોણ રહેશે હાજર
વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસરા ગામ ખાતે કરવામાં આવશે. રાજ્યકક્ષાની ઉજવણીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની પણ ઉપસ્થિતિ રહેશે.
ડાંગ–આહવા ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, છોટા ઉદેપુર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, નર્મદા-ડેડીયાપાડામાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભરૂચ-ઝઘડીયામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, નવસારી-ગણદેવીમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, બનાસકાંઠા–દાંતામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ દાહોદના લીમખેડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં આદિવાસી દિવસ ઉજવાશે.