સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન, માવઠાએ તારાજી સર્જી
સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન કર્યું છે. કચ્છ જિલ્લાનું સતાપર ગામ જ્યાં છેલ્લા ચાર દિવસથી સાંજ પડતાં જ ધોધમાર વરસાદ તૂટી પડે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન કર્યું છે. કચ્છ જિલ્લાનું સતાપર ગામ જ્યાં છેલ્લા ચાર દિવસથી સાંજ પડતાં જ ધોધમાર વરસાદ તૂટી પડે છે. ભૂજ, અંજાર, રાપર, ભચાઉ, ગાંધીધામ, માંડવી અને અબડાસા તાલુકામાં માવઠાંએ ઘઉં, એરંડો, રાયડો અને કેરી સહિતના પાકને ભારે નુકસાન કર્યું છે. આ જ સ્થિતિ છે ગીર સોમનાથ જિલ્લાની છે. ગીરમાં ઉનાના ગીર ગઢડા અને તાલાલા તાલુકામાં માવઠાએ તારાજી સર્જી છે.
રાજ્યમાં કરા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ડુંગળી, એરંડો, તલ, ચણા, બાજરી અને કેરી સહિતના પાકને નુકસાન થયું છે. કેસર કેરીની આ વર્ષે સારી સીઝન હતી. કેમ કે, વાતાવરણ કેરીને માફક આવતા સારા ઉત્પાદનની આશા હતી પરંતુ કરા સાથે વરસાદ વરસતા કેરીના પાકને નુકસાન થયું છે. અમરેલી જિલ્લામાં તો એક અઠવાડિયા કરતાં વધુ સમયથી કમોસમી વરસાદ પડ્યો છે.
જિલ્લાના તમામ તાલુકામાં આકાશી આફતે ખેડૂતોને પાયમાલ કર્યા છે. ધારી અને સાવરકુંડલા તાલુકામાં તો માવઠાથી ખેડૂતો બેહાલ થયા છે. ઘઉં, ડુંગળી, ચણા, તલ અને કેરી સહિતના પાકને નુકસાન થયું છે. સફેદ ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતોને તો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં કરા સાથે વરસાદ વરસતા ઘઉં, ચણા, જીરું, ડુંગળી અને લસણના પાકને નુકસાન થયું છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા સરકારને રજૂઆત કરી છે. ન માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાતમાં પણ આકાશી આફતે તારાજી સર્જી છે. બનાસકાંઠામાં શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતો સંકટમાં મુકાયા છે. માવઠાથી ટામેટા, રીંગણ, દૂધી સહિતના પાકને નુકસાન થયું છે.
Gujarat Weather: આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે શું કરી આગાહી ? જાણો વિગત
આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી ચાર દિવસ વરસાદ રહેશે. થેડર સ્ટ્રોર્મ લાઈટનિંગ સાથે વરસાદ પડશે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો નહીં થાય. રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે. કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે.
સાવલીપંથક સહિત રાજ્યમાં ખેડૂતો ને બે દિવસ થી કુદરતી આફત માવઠા નો માહોલ હતો અને અનેક ઉનાળુ પાકમાં અસર જોવા મળીછે જ્યારે સાવલી ની સીમ ના તમાકુ ના ખેતરમાં નર્મદા સિંચાઈ યોજના સંચાલિત ભૂગર્ભ પાણી ની લાઇન માં લીકેજ ના કારણે પાણી ફરીવળતાં ખેડૂત ને રાતાંપાણી એ ન્હાવા નો વારો આવ્યો
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં પવન વીજળીના કડાકાભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો છે અને અનેક વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા છે, જેની અસર જનજીવન સહિત ખાસ કરીને ઉનાળુ પાકની ખેતી કરતાં ખેડૂતોમાં જોવા મળી રહી છે.