શોધખોળ કરો
Advertisement
ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં આ તારીખે થઈ શકે છે માવઠું
કારતક માસમાં ઠંડીએ જમાવટ કર્યા બાદ વાવાઝોડાના કારણે હાલ ઠંડીનો ચમકારો ઘટી ગયો છે.
ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યમાં 10 અને 11 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. અમદાવાદ, સુરત. વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.
કારતક માસમાં ઠંડીએ જમાવટ કર્યા બાદ વાવાઝોડાના કારણે હાલ ઠંડીનો ચમકારો ઘટી ગયો છે અને મિશ્ર હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રે ગરમ કપડાં પહેરવા પડે અને બપોરે એ.સી કે પંખા શરૂ રાખવા પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહીથી ફરીથી ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. પહેલા જ કપાસ, મગળફળી, તલ, બાજરીનો મોટો પાક નિષ્ફળ ગયા બાદ હવે શિયાળુ પાક સારો થાય તેવી જગતના તાતને આશા છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ જો વરસાદ પડશે તો અન્નદાતા કહેવાતા ખેડૂતોની ચિંતા વધી શકે છે.
Bharat Bandh LIVE Updates: વડોદરા શહેર કોંગ્રેસે નેશનલ હાઇવે પર ટાયર સળગાવ્યા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion