Bharat Bandh LIVE Updates: ખેડૂત સંગઠનો સાથે થશે અમિત શાહની બેઠક શરૂ
Bharat Bandh, 8 December 2020 LIVE Updates: આજે ભારત બંધના એલાન બાદ 9 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતો વચ્ચે છઠ્ઠા તબક્કાની વાતચીત થશે.
Background
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગને લઈને કૃષિ સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 13મો દિવસ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ ભારત બંધનું એલાન આપ્યું છે.
ગુજરાતમાં કલમ 144 લાગુ
ગુજરાતમાં ભારત બંધના એલાનને લઈ કલમ 144 લાગુ રહેશે. ગુજરાતના GDP આશિષ ભાટિયાએણાવ્યું કે, ગુજરાતમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા SP અને કમિશનરને સુચના આપવામા આવી છે. હાઇવ બ્લોક કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે.




















