શોધખોળ કરો

યાત્રાધામ અંબાજી ખાતે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત, યાત્રાળુઓનો ખુબ સારો પ્રતિસાદ

ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્કિંગ અંબાજી મંદિર દ્વારા બનાવામાં આવેલ છે.

અંબાજી: ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્કિંગ અંબાજી મંદિર દ્વારા બનાવામાં આવેલ છે અને પે-પાર્કિંગ કરતા ઓછા દરે છે.  જેને યાત્રાળુઓનો ખુબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

યાત્રાધામ અંબાજી મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શને પધારે છે. જેના લીધે અંબાજીનો વિકાસ પૂરઝડપે થઇ રહ્યો છે અને નવી-નવી ટેક્નોલોજીનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ હવે પાર્કિંગની લાઈનો અને કેશ પૈસાને બદલે ફાસ્ટ ટેગ પાર્કિંગની સવલત ઉભી કરવામાં આવી છે.  અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પાર્કિંગ જે પહેલા મેન્યુ ચલાવવામાં આવતા હતા તેમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેમાં ટ્રસ્ટને કોઈપણ જાતનો ખર્ચ ન થાય તે રીતે પદ્માવતી નામની સંસ્થા દ્વારા એરપોર્ટમાં હોય તેવું પાર્કિંગ આધુનિક ફાસ્ટ ટેક પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. 

જેના લીધે યાત્રિકોને સરળતાથી પાર્કિંગની વ્યવસ્થા મળી રહે. આ પાર્કિંગમાં આવતી ગાડીઓ જયારે પાર્કિંગ માં પ્રવેશે છે ત્યારે આપોઆપ ફાસ્ટ ટેગના માધ્યમથી પાર્કિગનો ચાર્જ કપાઈ જાય છે જેને લઇને યાત્રાળુઓને લાંબી લાઈનો કે કેશ અને છુટ્ટા પૈસાની માથાકૂટ રહેતી નથી. ગાડી જયારે પાર્કિંગમાં પ્રવેશીને ફાસ્ટ ટેગ માંથી પૈસા કપાય ત્યાર બાદ તેની એક સ્લીપ પણ પ્રિન્ટ થાય છે જે યાત્રિકોને આપવામાં આવતી હોય છે.  જેને બતાવી  યાત્રિકો પોતાનું વાહન પાર્કિંગમાંથી બહાર લઇ જઈ શકે છે. આ સવલતને યાત્રિકો ખુબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વખાણ પણ કરી રહ્યા છે. 

પોરબંદરના ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પૂરા, શિવરાત્રિ પર સોનાના આભૂષણનો શણગાર કરાયો 

પોરબંદરમાં રાજાશાહી વખતમા નિમાર્ણાધીન ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પુરા થયા છે. ભોજેશ્વર પ્લોટમા આવેલા ભોજેશ્વર મહાદેવનું મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સામાન છે. આ મંદીરને પોરબંદરના રાજવીઓ  વિક્રમાજીએ સવા કીલોના સોનાના આભુષણ ભેટ સ્વરૂપે આપ્યા હતા.  વર્ષો પહેલા  ભોજેશ્વર મહાદેવને નિયમિત સોનાના આભુશણનો શણગાર કરવામા આવતો હતો. પરંતુ સમય જતા સોના આભૂષણો સરકારે હસ્તગત કરી લીધા હતા અને તિજોરી ઓફીસમા રાખવામા આવે છે.  માત્ર શિવરાત્રીના દિવસે સોના આભૂષણનો શણગાર કરવામા આવે છે. 

આ આભૂષણોને પોલીસની દેખરેખમાં લાવવામાં આવ છે અને લઈ જવા આવે છે. આજે મહાશિવરાત્રિના પાવન દીવસે ભોજેશ્વર મહાદેવને સોનાનો  કંદોરો જેમા સોનાની 59 ઘુધરી છે, સોનાનો કળશ, સોનાનો ટોપ, સોનાનું બિલીપત્રનો શણગાર તેમજ પર્વતી માતાને સોનાના જાંઝર  જેમાં સોનાની ઘુઘરી છે. સોનાનો મુગટ, જયપુરી જળતર અને સોનાના ચાંદલાનો શણગાર કરવામા આવે છે. તેમજ એક કીલો ચાંદીનુ છતર ચડવામા આવ્યુ હતુ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget