Gujarat: મુંબઈ જતી દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં લાગી આગ, મુસાફરોમાં અફરા તફરી
ચાંપાનેર સમલાયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં આગની ઘટના બની છે. મુંબઈ તરફ જતી દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આ આગની ઘટના બની છે.

પંચમહાલ : ચાંપાનેર સમલાયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં આગની ઘટના બની છે. મુંબઈ તરફ જતી દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આ આગની ઘટના બની છે. આગની ઘટનાને પગલે ટ્રેન ઈમરજન્સીમાં રસ્તામાં થોભાવી દેવામાં આવી છે. ટ્રેનમાં ઉપલબ્ધ ફાયર ઉપકરણોની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો છે. આ બનાવને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેનમાં રહેલા ફાયર ઉપકરણોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાય હતો.
મુસાફરો ટ્રેનની નીચે ઉતરી ગયા હતા
ટ્રેનના કોચમાં આગ લાગવાની ઘટનાને પગલે મુસાફરો ભયનાં માર્યા ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. હાલ ટ્રેનને સમલાયા રેલવે સ્ટેશન ખાતે થોભાવી દેવામાં આવી છે. આ બનાવ ને પગલે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી છે. હાલ તો શા કારણે આગ લાગી તે અંગે જાણી શકાયું નથી. ટ્રેનને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની ટીમ આગ લાગવાની ઘટના અંગે તપાસ કરી રહી છે.
થોડા દિવસો પહેલા સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં આગ લાગી હતી
અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં આગ લાગી હતી. એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. આ વાતની પુષ્ટિ કરતા ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સવારે લગભગ 6.30 વાગ્યે લાગેલી આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તેમણે જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવવા માટે 14 ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. થોડીવાર બાદ આગ કાબુમાં આવી હતી. પ્રાથમિક તબક્કે આગનું કારણ જાણી શકાયું નથી.
આગ લાગ્યા બાદમાં પ્રોજેક્ટ માટે જવાબદાર એજન્સી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ એક નિવેદન જાહેર કરીને બાંધકામ સાઇટના એક ભાગની છતના શટરિંગમાં આગ વિશે માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કામચલાઉ 'શટરિંગ' કામ દરમિયાન વેલ્ડીંગ દરમિયાન નીકળતી સ્પાર્કને આગ લાગવાનું સંભવિત કારણ માનવામાં આવે છે.
આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નહતી. જ્યારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કામચલાઉ શટરિંગના કામ દરમિયાન વેલ્ડિંગના સ્પાર્કને કારણે આ આગની ઘટના બની હશે.





















