શોધખોળ કરો
Advertisement
જામનગરઃ જી.જી. હોસ્પિટલના ICUમાં લાગી આગ, 8 દર્દીઓને ખસેડાયા
ઇકો મશિનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
જામનગરઃ શહેરની જી. જી. હોસ્પિટલના આઈસીયુમાં આગની ઘટના બની છે. 8 દર્દીઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. તેમજ હાલ, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઇકો મશિનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે કમિશનર અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે.
હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં આગ લાગતા ચાર ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે આઇસીયુમાં સારવાર લઈ રહેલા 8 દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. દર્દીઓને બારીમાંથી રેસ્ક્યૂ કરાયા હતા. આગને પગલે હોસ્પિટમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement