શોધખોળ કરો
જામનગરઃ બાંધકામ સાઇટ પર યુવકને અજાણ્યા શખ્સોએ મારી દીધી ગોળી, કોણે ફાયરિંગ કરાવ્યું હોવાની આશંકા?
આજે સવારે બાંધકામ સાઇટ પર ટીના પેઢડીયાને અજાણ્યા શખ્સોએ ગોળી મારી દીધી હતી. અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી નાશી ગયા હતા.

તસવીરઃ ફાયરિંગમાં ઘાયલ થયેલા ટીનાભાઈ પેઢડિયા.
જામનગરઃ શહેરમાં ફરી ભયનો માહોલ ઉભો થયો છે. જયેશ પટેલને જેની સાથે મનદુઃખ એવા શખ્સ પર ફાયરિંગ થતાં ખળભળાટ મચી ગયો છે. આજે સવારે બાંધકામ સાઇટ પર ટીના પેઢડીયાને અજાણ્યા શખ્સોએ ગોળી મારી દીધી હતી. અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી નાશી ગયા હતા. થોડા વર્ષ પૂર્વે જ્યેશે ફોન કરી ટીનાભાઈને ગર્ભિત ધમકી આપી હતી. ટીના પેઢડીયાને કાન પાસે ગોળી વાગી છે. જામનગરમાં ગુન્હાખોરી જાણે ઘટવાનું નામ નથી લેતી તેમ છાશવારે ફાયરીંગ સહિતની ગંભીર ઘટનાઓ સામે આવતી રહી છે. આજે ધોળા દિવસે વધુ એક ફાયરીંગની ઘટનાથી ખુદ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઇ ચુક્યા છે. આજે સવારે રણજીતસાગર રોડ ઈવાપાર્કમાં પોતાના બંગલાનું કામ ચાલી રહ્યું છે તે ટીનાભાઈ પેઢડીયા બેઠેલા હતા ત્યારે અચાનક આવી ચઢેલા કેટલાક અજાણ્યા ઇસમોએ તેના પર ફાયરીંગ કરતા તેના મોઢામાં ગોળી ફસાઈ ગઈ હોય તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ એવું પણ માનવામાં આવે છે આજથી બે વર્ષ જેટલા સમય પૂર્વે ટીનાભાઈને જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા ટેલીફોનીક ધમકી આપવામાં આવી હતી. આમ જૂની અદાવતમાં ફાયરીંગ થયું કે મામલો બીજો કોઈ તે માટે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ખુદ એસપી દીપેન ભદ્રન, એએસપી પાંડે પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને વધુ તપાસ અને ફાયરીંગ કરનાર કોણ તેને શોધવા વિવિધ દિશાઓમાં તપસ હાથ ધરવામાં આવી રહી છે.
વધુ વાંચો




















