શોધખોળ કરો

GPSC Exam 2023: પેપર લીંક કાંડ બાદ રાજ્યમાં પહેલી Competitive Exam, સિવિલ એન્જિનિયરિંગ વર્ગ-1 વર્ગ-2 ની આજે પરીક્ષા

પંચાયતી સેવા પસંદગી મંડળ ની પરીક્ષા ના પેપર લીક થયા બાદ આજે રાજ્યમાં પહેલી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ રહી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ વન અને ક્લાસ 2 નીપરીક્ષા આજે યોજાઈ રહી છે.

GPSC Exam 2023: પંચાયતી સેવા પસંદગી મંડળ ની પરીક્ષા ના પેપર લીક થયા બાદ આજે રાજ્યમાં પહેલી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ રહી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ વન અને ક્લાસ 2 નીપરીક્ષા આજે યોજાઈ રહી છે. ગયા રવિવારે પેપર લીક થવા બાદ અને પરીક્ષા મોકૂફ રખાયા બાદ આ પહેલી જાહેર પરીક્ષા યોજવા જઈ રહી છે.

Abp asmita એ પરીક્ષા આપવા જઈ રહેલ ઉમેદવારો સાથે વાત કરી જેમાં તેમને કહ્યું કે જ્યારે પેપર લીકની ઘટના સામે આવતી હોય છે તો સ્વાભાવિક રીતે તૈયારી પણ તેની અસર પડતી હોય છે. જોકે આ પરિક્ષા Gpsc દ્વારા લેવામાં આવી રહી છે એટલે તેમને વિશ્વાસ છે કે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાશે.

આજે પાણી પુરવઠા વિભાગમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરિંગ ની પોસ્ટ માટે રાજ્યભરમાં 15,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જેવા મહાનગરોમાં લેવામાં આવી રહી છે. આ ઉપરાંત એકાઉન્ટ ઓફિસર ક્લાસ - 1 ની પરીક્ષા પણ યોજાવા જઈ રહી છે, જેમાં માત્ર ગાંધીનગર ખાતે 9 સેન્ટર પર 2159 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. સાથે સાથે રાજ્યમાં કાર્યરત આદર્શ નિવાસી શાળા માં આચાર્ય ના પદ માટે ક્લાસ 2 ની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે પણ માત્ર ગાંધીનગર ખાતે જ યોજવામાં આવશે આ પરીક્ષામાં 1495 જેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે.

જ્યારે સુરતમાં 18 કેન્દ્રો પર 4196 ઉમેદવારો પરીક્ષા આપશે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા યોજવામાં આવી રહી છે..સિવિલ એન્જિનીયરીંગ વર્ગ ૧-૨ ની પરીક્ષા આપવા ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પરીક્ષા કેન્દ્રો ના 100 મીટરના પરિસરમાં વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે સાથે જ ઝેરોક્ષ ની દુકાનો પણ બંધ રાખવા પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે

રાજ્યમાં જંત્રીના ભાવ કરાયા બમણાં, સોમવારથી નવો ભાવ અમલમાં 

ધીનગર:  રાજ્યમાં  જંત્રીના ભાવ બમણા કરવામાં આવ્યા છે. 12 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  જંત્રીના ભાવને લઈ મહેસૂલ વિભાગનો પરિપત્ર જાહેર કરાયો છે. હાલ જંત્રીમાં ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજ્યમાં હવેથી ડબલ જંત્રી ગણી મિલકતોની બજાર કિંમત નક્કી થશે. જંત્રીના નવા ભાવ આવતીકાલ (સોમવાર)થી લાગુ થશે.  

સરકારના જણાવ્યા મુજબ ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. અગાઉ તા.18/04/2011 ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )2011 ના ભાવો અમલમાં મુકવામાં છે. આ ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે. 

Ahmedabad : રાજ્યના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ, રાજકોટના રાકેશ રાજદેવ સામે લૂકઆઉટ નોટિસ

મોબાઇલ પર ખાસ એપ્લિકેશન બનાવી મેચના ભાવ જાહેર કરાય છે. મેચની હાર-જીત અને સેશનના સ્કોર પર સટ્ટો લગાવતો હતો. સટ્ટાકાંડમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. એક-એક મેચ પર 100થી 500 કરોડના સોદા થતા હતા. બંન્ને સટોડિયા દુબઇના આકાની મારફતે ભાવ બહાર પાડતા હતા. સટ્ટાના હિસાબો ટ્રાન્સફર થતા હોવાનો પણ ખુલાસો થયો છે.ક્રિકેટના મેદાનમાંથી જ બોલતી બોબડી લાઇનથી સટ્ટો રમાતો હતો.

ટી-20, વન-ડે અને લીગ મેચ પર સટ્ટો લગાવવામાં આવતો હતો. કેટલાક અધિકારી સાથે પણ લેવડ-દેવડ થયાની આશંકા પણ છે. રાજકીય નેતાઓ સાથે પણ રાકેશ રાજદેવ સંબંધ ધરાવતો હોવાની આશંકા છે. ગુજરાતના બુકીઓ જાતે જ સોદા બુક કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. સટ્ટાકાંડની રકમ સાત હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.

રાકેશ રાજદેવ વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. હોંગકોંગ અને નેધરલેન્ડની સ્થાનિક મેચો પર પણ સટ્ટો રમાડાતો હતો. રાકેશ રાજદેવ દુબઇમાં સામ્રાજ્ય જમાવી બેઠો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Embed widget