શોધખોળ કરો

મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો

ડાંગ જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ગાંડીતૂર બનેલ નદીઓનાં પાણી  ઓસરતા એક જ દિવસમાં પાંચ મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઇ છે

ડાંગઃ ડાંગ જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ગાંડીતૂર બનેલ નદીઓનાં પાણી  ઓસરતા એક જ દિવસમાં પાંચ મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર્ણા નદીના પાણી ઓસરતા પાંચ મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઇ છે. આહવા તાલુકામાંથી ત્રણ અને સુબિરમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. પાંચ મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છે.

પૂર્ણાં નદીમાં પાણી ઉતરતા આહવા તાલુકામાં ત્રણ અને સુબિર તાલુકામાં 2 એમ કુલ પાંચ મૃતદેહો મળી આવતા પંથકમાં ગમગીની છવાઈ છે.  ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારના રહીશ ઇન્દ્રભાઈ પવાર ગુરૂવારે ખેતરમાંથી ઘરે પરત ફર્યા ન હતા. જેમનો શુક્રવારે મૃતદેહ મળી આવ્યો. તો સુબિર તાલુકાના વડપાડા ગામના યુવકનો અને ઢોંગીઆંબા ગામના એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે.જેથી પંથકમાં શોકનો માહોલ છે.

બીજી તરફ મહીસાગરના કડાણા ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. કડાણા ડેમમાં પાંચ હજાર 150 ક્યુસેક પાણીની આવક થઈ છે. કડાણા ડેમનું જળસ્તર 386.06 ફુટ પર પહોંચ્યું છે.  કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફુટ છે. ત્યારે કડાણા ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સીઝનનો વરસાદ 100 ટકાને પાર પહોંચી ગયો છે. કચ્છમાં સૌથી વધુ 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 72 ટકા અને મધ્ય ગુજરાતમાં 44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 32 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 28 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 42 ડેમ છે હાઈએલર્ટ પર જ્યારે 13 ડેમ એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 53 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 68 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 16 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 38 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 67 ટકા પાણીનો જથ્થો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget