શોધખોળ કરો

Amreli Rain:  લાઠીના હરસુરપુર અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ, ગાગડીયો નદીમાં પુર

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના લાઠીમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે.  લાઠી અને બાબરા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે.  લાઠીના હરસુરપુર તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાઠીની ગાગડીયો નદીમાં પુર આવ્યું છે. 

Amreli Rain:  લાઠીના હરસુરપુર અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ, ગાગડીયો નદીમાં પુર

પ્રથમ વરસાદે જ ગાગડીયો નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.  હરસુરપુર ગામ નજીક ગાગડીયો નદી પરનો ચેકડેમ છલકાયો છે. આજે બપોર બાદ લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. લોકોને પણ આ વરસાદથી ગરમીથી રાહત મળી છે.  

અમરેલી જિલ્લામાં મેઘમહેર 

 હવામાન વિભાગે આજે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. અમરેલી જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લોકોને પણ ગરમીથી રાહત મળી છે. 

અમરેલી જિલ્લા સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગાજવીજ સાથે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થયા છે.  બાબરાના ચરખા, ચમારડી, નીલવડા, વાવડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે.   

આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના અનુસાર,  ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતના  નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદ અને વડોદરામાં પણ હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, રાજકોટ, મોરબી, બોટાદ  અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget