(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: વર્ષ 2022માં ગુજરાત ACBએ ભ્રષ્ટાચારના કેટલા કેસ નોંધ્યા?
જેમાં સૌથી વધુ 44 કેસ પોલીસ ખાતાના કર્મચારીઓ પર નોંધવામાં આવ્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ વર્ષ 2022માં 176 ભ્રષ્ટાચારના કેસ કર્યા હતા. જેમાં સૌથી વધુ 44 કેસ પોલીસ ખાતાના કર્મચારીઓ પર નોંધવામાં આવ્યા હતા.
વર્ષ 2021માં એસીબીમાં 173 કેસ રજીસ્ટર થયા હતા. જ્યારે વર્ષ 2022માં 176 કેસ રજીસ્ટર થયા છે. જો કે વર્ષ 2022માં એસીબીએ વિવિધ વિભાગોમાંથી કુલ 94 વચેટીયાને પકડ્યા હતા જ્યારે કુલ 158 સરકારી કર્મચારીઓ પકડાયા હતા. જ્યારે એસીબીની ટ્રેપમાં 2022ના વર્ષમાં વર્ગ 1ના 9, વર્ગ - 2ના 30, વર્ગ - 3ના 114, વર્ગ - 4ના 5 લોકો પકડાયા હતા. જ્યારે લાંચના 32 કેસ પંચાયત અને ગૃહ નિર્માણના કર્મચારીઓ પર અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ પર પચ્ચીસ કેસ નોંધાયા હતા.
Savarkundla: નામ બદલી લગ્નવાંછુક હિન્દુ યુવકોને ફસાવતી મુસ્લિમ ગેંગનો થયો પર્દાફાશ, જાણો વિગત
Amreli: લગ્નની લાલચ આપીને ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસે ત્રણ મહિલા સહિત મુખ્ય સૂત્રધાર દલાલની ધરપકડ કરી હતી. ડીવાયએસપી હરેશ વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો અંગે સમગ્ર માહિતી આપી હતી.
શું છે મામલો
લુંટેરી દુલ્હને કંઈકને ચુનો ચોપડીને પૈસા લઈને લગ્ન કર્યા છે. ગયા ઓક્ટોમ્બર મહિનામાં સાવરકુંડલાના નિકુંજ માધવાણી સાથે લગ્ન કરેલા સેજલ નામની આ દુલ્હન મૂળ રાજસ્થાન બાજુની છે. તેનું સાચું નામ મુસ્કાન છે. આ લગ્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો દલાલ કિશોર મિસ્ત્રી છે, જે સાવરકુંડલા ના થોરડી ગામનો છે. આ કિશોર મિસ્ત્રીએ જ લગ્ન કરાવામાં 1 લાખ 90 હજાર લઈને પોતાના ઘરે જ હાર પહેરાવીને સેજલ અને નિકુંજના લગ્ન કરાવ્યા હતા ત્યારે સેજલની માતા ગીતા અને કાજલ નામની યુવતીઓ હાજર રહી હતી.
લગ્ન થયાના 8 દિવસ બાદ ઘરે જવાનું કહીને સેજલ ગઈ બાદ પરત ફરી નહોતી. આથી કિશોરે મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. જેથી કિશોરે ગલ્લાતલ્લા કર્યા હતા અને સેજલ સાથે નિકુંજે વાત કરતા નિકુંજને સેજલે કહેલું કે મારું સાચું નામ મુસ્કાન છે, મારી મમ્મીનું નામ ગીતા નહીં પણ પરવીન છે અને હું એક બાળકની માં છું. આથી નિકુંજ માધવાણીને ફ્રોડ થયાનું લાગતા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લુંટેરી દુલ્હનનો ભોગ બનેલાને પોલીસ ફરિયાદ કરવા અનુરોધ
સાવરકુંડલા તાલુકા પોલીસે ડીવાયએસપી હરેશ વોરાની આગેવાનીમાં સુરત ખાતેથી સેજલ ઉર્ફે મુસ્કાન, ગીતા બનેલી પરવીન અને કાજલ સાથે મુખ્ય સૂત્રધાર કિશોર મિસ્ત્રીની ધરપકડ કરી હતી. કિશોરે અગાઉ પણ સાવરકુંડલાના દોલતી ગામ, બાબરા તાલુકામાં પણ આ મુસ્કાનના લગ્ન કરાવ્યા હોવાની વિગતો પોલીસને જાણવા મળી હતી. કિશોર મિસ્ત્રીએ અન્ય કોઈ ના પણ આવા લુંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવ્યા છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી કરી હતી. ઉપરાંત આ લુટેરી દુલ્હન વિશે અન્ય કોઈ ભોગ બન્યા હોય તો સાવરકુંડલા તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો હતો