Geniben Thakor: ગેનીબેન ધારાસભ્ય પદેથી ગુરુવારે આપશે રાજીનામું, વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને થશે 12
લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીને 30,406 મતોની લીડથી હાર આપી હતી.
Geniben Thakor: સાંસદ બનતા ગેનીબેન ઠાકોર (Banaskantha MP Geniben Thakor) ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું (resign from MLA post) આપશે. ગુરુવારે બપોરે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને (Shankar Chaudhry) ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપશે. ગેનીબેનનાં રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યા બળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યા બળ ઓછું થઈને 12 સભ્યોનું થશે.
આ લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા હતા, અને ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા હતા. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે. ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
બનાસકાંઠા લોકસભા ના નવનિયુક્ત સાંસદ શ્રીમતી @GenibenThakor જી આજે દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી @kharge, સીપીપી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, જનનાયક શ્રી @RahulGandhi અને શ્રીમતી @priyankagandhi સાથે શુભેચ્છા મુલાકાત કરી pic.twitter.com/yXyMECm9CK
— Gujarat Congress (@INCGujarat) June 9, 2024
ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી અને ઉમેદવાર છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય પણ છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા. ગેનીબેને ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.તેમણે કહ્યું હતુ કે યુવતીઓને માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મુકવો કઈ ખોટો નથી સાથેના નિવેદનો બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.