શોધખોળ કરો
ગરબાને મંજૂરી નહીં પણ રાજકારણીઓને રેલી-સભામાં ગમે તેટલાં લોકોને એકઠાં કરવાની મંજૂરી, જાણ મોદી સરકારનો મોટો નિર્ણય
ગૃહ મંત્રાલયે મોડી રાત્રે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે, આ દરમિયાન કોવિડ-19ના નિયમોનું પાલન કરવાનું રહેશે.

નવી દિલ્લીઃ ગુજરાતમાં સરકાર નવરાત્રિમાં ગરબાના આયોજનને મંજૂરી નથી આપતી પણ રાજ્યમાં ચૂંટણી સભાઓ અને રેલીઓને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી ચૂંટણીવાળા રાજ્યોમાં ચૂંટમી સભાઓ અને રેલીઓમાં ગમે એટલી ભીડ ભેગી કરવાને મંજૂરી આપી દીધી છે. નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન ગરબા અને બીજા કાર્યક્રમોને મંજૂરી નતી મળી રહી ત્યારે બીજી બાજુ પોતાના સ્વાર્થ માટે મત મેળવવા ચૂંટણી સભાને મંજૂરી આપી દીધી છે.
દેશમાં અનલૉક-5 અંગે 30 જૂને જારી કરાયેલી ગાઈડલાઈનમાં કેન્દ્ર સરકારે ગુરૂવારે બિહાર વિધાનસભા ચૂંટણી અને ગુજરાત સહિતનાં 11 અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીને ધ્યાનમાં રાખી ફેરફાર કર્યા છે. ગૃહમંત્રાલયે આ રાજ્યોમાં તાત્કાલિક અસરથી રાજકીય રેલીઓ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ગાઈડલાઈન પ્રમાણે ચૂંટણી અને પેટાચૂંટણીવાળાં રાજ્યોમાં નેતાઓ ખુલ્લાં મેદાનોમાં ગમે તેટલી ભીડ એકઠી કરી શકશે. અત્યાર સુધી ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ હતો. .
ગૃહ મંત્રાલયે મોડી રાત્રે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે, આ દરમિયાન કોવિડ-19ના નિયમોનું પાલન કરવાનું રહેશે. ખુલ્લા મેદાનમાં સભા કરવામાં આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લોકોને ભેગા કરી શકાશે. કાર્યક્રમ યોજનારે આખા કાર્યક્રમની વીડિયોગ્રાફી પણ કરવાની રહેશે અને 48 કલાકમાં જિલ્લા વહીવટી તંત્રને સુપરત કરવાની રહેશે. બિહાર તથા વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી હોવાથી પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ થાય તે પહેલાં આ નિર્ણય લેવાયો છે.
વધુ વાંચો





















