શોધખોળ કરો
ગુજરાતની જાણીતી સિંગર ગીતા રબારી ડેન્ગ્યુની ઝપેટમાં સપડાઈ? જાણો વિગત
ગુજરાતની જાણીતા સિંગર ગીતા રબારી એક પોગ્રામમાં ગયા હતા ત્યાર બાદ ઘરે પરત ફર્યાં બાદ તેઓ બીમાર પડી ગયા હતા. તાવ અને શરીર દુખવાને કારણે ગીતા રબારીને તબીબ પાસે લઈ જવામાં આવ્યા
હાલ સમગ્ર ગુજરાતમાં ડેન્ગ્યુથી હાહાકાર મચી ગયો છે ત્યારે કચ્છની કોયલ પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી ડેન્ગ્યુની ઝપેટમાં સપડાઈ ગઈ છે. ગીતા રબારીની હાલ સારવાર ચાલી રહી છે. તબીબ મુજબ ગીતાની તબિયતમાં પહેલા કરતાં સુધાર પર છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ગીતા રબારી પતિ સાથે વિદેશની ધરતી પર પહોંચી હતી.
ગુજરાતની જાણીતા સિંગર ગીતા રબારી એક પોગ્રામમાં ગયા હતા ત્યાર બાદ ઘરે પરત ફર્યાં બાદ તેઓ બીમાર પડી ગયા હતા. તાવ અને શરીર દુખવાને કારણે ગીતા રબારીને તબીબ પાસે લઈ જવામાં આવ્યા હતાં.
ગીતા રબારીને બે દિવસ પહેલાં તાવ અને શરીર દુખતું હતું ત્યારે ગીતા રબારી સારવાર માટે તબિબ પાસે પહોંચ્યા હતાં જોકે તે દરમિયાન રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું છે. ડેન્ગ્યુનો શિકાર બનતાં ગીતા રબારીની હાલ સારવાર ચાલી રહી છે.
આ ઉપરાંત કચ્છમાં સિવિલ સર્જન અને સાત અન્ય તબીબો પણ ડેન્ગ્યુના ભરડામાં સપડાયેલા છે. ગીતા રબારીની હાલ સારવાર ચાલી રહી છે. ગીતા રબારીને હાલ સંપૂર્ણ આરામ કરવાનું જણાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement