Gir Somnath : કોડીનારમાં સૂર્ય ફરતે દેખાયું વલય, અનોખી ખગોળીય ઘટનાથી લોકોમાં કુતૂહલ
ગીર સોમનાથમાં ખગોળીય ઘટના સર્જાઇ. જિલ્લાના કોડીનાર તાલુકામાં સૂર્ય ફરતે વલય દેખાયું. ખગોળીય ઘટનાનો અદભુત નઝારો જોવા લોકો નીકળી પડ્યા.
ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં ખગોળીય ઘટના સર્જાઇ. જિલ્લાના કોડીનાર તાલુકામાં સૂર્ય ફરતે વલય દેખાયું. ખગોળીય ઘટનાનો અદભુત નઝારો જોવા લોકો નીકળી પડ્યા. લોકોમાં રોમાંચ સાથે કુતુહલ છવાયું. જો કે આવી ઘટનાઓ બનતી રહે છે વિદેશો ઠનડા પ્રદેશો મા આ સામાન્ય ઘટના છે, જે ભેજવાળા હવામાનના કારણે સર્જાઇ છે.
કોડીનારમાં સૂર્ય ફરતે દેખાયું વલય, અનોખી ખગોળીય ઘટનાથી લોકોમાં કુતૂહલ #Kodinar pic.twitter.com/46897tvnT9
— ABP Asmita (@abpasmitatv) September 23, 2022
Gujarat Election : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો, NCP સાથેના ગઠબંધનનો કયા દિગ્ગજ નેતાએ કર્યો વિરોધ? શું આપી ચેતવણી?
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. આ વખતે કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને લઈને કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસ અને એન.સી.પી. ના ગઠબંધન સામે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ વિરોધ નોંધાવ્યો છે. કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે.
છેલ્લા 3 માસથી નાથા ઓડેદરા કુતિયાણા બેઠક પર પ્રવાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અને એન.સી.પી.નું ગઠબંધક થશે તો પોરબંદર અને કુતિયાણા બને બેઠકો કૉંગ્રેશ ગુમાવશે, તેવી ચેતવણી નાથા ઓડેદરાએ આપી છે. ગઠબંધન થશે તો નાથા ઓડેદરા પોરબંદર થી અમદાવાદ સુધી કરશે પદ યાત્રા . કોંગ્રેસ પાર્ટીમાંથી ટીકીટ નહીં મળે તો આગામી દિવસો લેશે નિર્ણય.
Gujarat Election : AAP ક્યારે જાહેર કરશે મુખ્યમંત્રીનો ચહેર? સિસોદિયાની મોટી જાહેરાત
Gujarat Election : દિલ્હી ઉપ મુખ્યમંત્રો મનીષ સિસોદીયા ગુજરાતમાં ચૂંટણી પ્રચારે છે. ઉત્તર ગુજરાતમાં સિસોદીયાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, હવે બદલાવ આવીને રહેશે એવું ગુજરાતના લોકો કહે છે. દિલ્હી પંજાબમાં અમે જે વાયદાઓ આપ્યા એ પુરા કર્યા છે. ભાજપને સ્કૂલ, હોસ્પિટલ, સારા રસ્તાઓ આપવા તે લોલીપોપ છે.
પંજાબમા સરકારી કર્મચારીઓના પગારની કોઈ સમસ્યા ન હોવાનો સિસોદીયાએ દાવો કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી 182 સીટો પર ચૂંટણી લડશે. સમય આવે મુખ્યમંત્રીનો ચહેરો આમ આદમી પાર્ટી જાહેર કરશે. ગીર સોમનાથના આપ ઉમેદવારનું દારૂ અંગેના નિવેદન પર સિસોદીયાની પ્રતિક્રિયા. ગુજરાતમાં સખ્તાય સાથે દારૂબંધી હોવી જોઈએ.
આમ આદમી પાર્ટી આવશે તો દારૂ બધીનો સખ્તાયથી અમલ કરાવશે. આપ ભાજપને ફાયદો કરાવવા માટે છે એ ભાજપનો ભ્રમ છે. ભાજપ પાસે કોઈ મુદ્દો જ નથી જેથી આપ કેજરીવાલ અને અમને ગાળો આપે છે. પૂર્ણ બહુમતની સરકારનો મનીષ સિસોદીયાએ દાવો કર્યો હતો. 27 વર્ષથી કોંગ્રેસે ભાજપ સાથે મળીને ભાજપની સરકાર બનાવી છે. પાટણ મા મનીષ સિસોદીયાએ રેલી નીકાળી હતી.