આ કારણોસર ફરી ગિરનારની રોપ વે કરાઇ બંધ, જાણો ક્યાં દિવસથી પૂર્વવત સર્વિસ થશે શરૂ
જૂનાગઢ: ગિરનારમાં રોપવેની સુવિધા મળતાં મોટી સંખ્યામાં લોકો પ્રવાસે અહીં આવે છે. જો કે હાલ રોપ વે સર્વિસ બંધ કરી દેવાઇ છે. ક્યા કારણોસર બંધ કરાઇ જાણીએ
જૂનાગઢ: ગિરનારમાં રોપવેની સુવિધા મળતાં મોટી સંખ્યામાં લોકો પ્રવાસે અહીં આવે છે. જો કે હાલ રોપ વે સર્વિસ બંધ કરી દેવાઇ છે. ક્યા કારણોસર બંધ કરાઇ જાણીએ
જૂનાગઢમાં ગિરનારની રોપવે સેવા ફરી એકવાર બંધ કરી દેવાઇ છે. ભારે પવનના કારણે સાવધાનીના ભાગરૂપે આ સર્વિસ બંધ કરી દેવાઇ છે. પવન ધીમો પડતાથી સાથે ફરી આ સેવા શરૂ કરાશે. હાલ જૂનાગઢ વિસ્તારમાં 75થી80 કિમી મીટર પવન ફૂંકાઇ રહ્યો છે. વાતાવરણ રોપ વે સર્વિસ માટે અનૂકૂલ ન હોવાથી ફરી એકવાર ગિરનાર રોપ વે સર્વિસ બંધ કરી દેવાઇ છે,. આ સર્વિસ ફરી ક્યારે શરૂ થશે તેની તારીખનો કોણ સંચાલકો દ્રારા સ્પષ્ટતા કરવામાં નથી આવી. હાલ આ સર્વિસ માટે વાતાવરણ અનૂકૂળ ન હોવાથી સર્વિસ બધી કરી દેવાઇ છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય થતાં ધરતી પુત્રોને રાહત મળી છે. હવામાન વિભાગે 14 સપ્ટેમ્બર સુધી વરસાદનની આગાહી કરી છે.
લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય થતાં ધરતી પુત્રોને રાહત મળી છે. હવામાન વિભાગે 14 સપ્ટેમ્બર સુધી વરસાદનની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે,ઉલ્લેખનિય છે કે, રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગે ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
14 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં 14 સપ્ટેમ્બર સુધી રહેશે વરસાદી માહોલ.... આગામી ચાર દિવસ સુધી અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. . અમદાવાદમાં હજુ વરસાદની 55 ટકા ઘટ છે. વર્તમાન સિઝનમાં માત્ર 10 ઈંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ, રાજ્યમાં 14 તારીખ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યાતના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.