Visavadar Bypoll 2025: વિસાવદરમાં ગોપાલની પ્રચંડ જીત બાદ કેજરીવાલનું પ્રથમ રિએક્શન, પૉસ્ટ કરીને શું કહ્યું ?
Visavadar Bypoll 2025: વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતથી વિજય થતાની સાથે જ આપની છાવણીમાં ખુશી પ્રસરી ગઈ હતી

Visavadar Bypoll 2025: ગુજરાતમાં આજે બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીના પરિણામો આવ્યા, કડી અને વિસાવદર બન્ને બેઠકો પર પરિણામો આવતા જ જીતનો જશ્ન શરૂ થઇ ગયો હતો. આજે ફરી એકવાર કડી બેઠક ભાજપે સાચવી તો વળી, વિસાવદર બેઠક પર ફરીથી આપે કબજો જમાવ્યો છે. પરંતુ આમાં વિસાવદર બેઠક પર આપના ગોપાલ ઇટાલિયાની જીતની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે. આમ આદમી પાર્ટીના ગોપાલની સીધી ટક્કર અહીં ભાજપ સામે હતી અને તે જીતી ગયા. આ પ્રચંડ જીત સાથે જ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પ્રથમ પૉસ્ટ કરીને ગોપાલ ઇટાલિયાને શુભેચ્છા પાઠવી છે.
વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતથી વિજય થતાની સાથે જ આપની છાવણીમાં ખુશી પ્રસરી ગઈ હતી. વરસતા વરસાદમાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહ્યા છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત સાથે જ ભાજપમાં સોપો પડી ગયો હતો.
ગોપાલની જીત પર અરવિંદ કેજરીવાલની એક્સ પૉસ્ટ
ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીના શાનદાર વિજય બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત અને પંજાબના લોકોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. બંને જગ્યાએ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં વિજયનું માર્જિન લગભગ બમણું રહ્યું છે.
આ દર્શાવે છે કે પંજાબના લોકો અમારી સરકારના કામકાજથી ખૂબ ખુશ છે અને તેમણે 2022 કરતાં વધુ મતદાન કર્યું છે. ગુજરાતના લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં આશા જુએ છે.
બંને જગ્યાએ કોંગ્રેસ અને ભાજપ બંનેએ સાથે મળીને ચૂંટણી લડી હતી. બંનેનો ઉદ્દેશ્ય એક જ હતો - "આપ" ને હરાવવાનો. પરંતુ લોકોએ બંને જગ્યાએ આ બંને પક્ષોને નકારી કાઢ્યા.
गुजरात की विसावदर और पंजाब की लुधियाना पश्चिम सीटों पर आम आदमी पार्टी की शानदार जीत पर आप सबको बहुत बहुत बधाई। गुजरात और पंजाब के लोगों को बहुत बधाई और बहुत बहुत शुक्रिया। दोनों जगह पिछले चुनाव के मुक़ाबले लगभग दोगुने मार्जिन से जीत हुई है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 23, 2025
ये दिखाता है कि पंजाब के लोग हमारी…
ઇસુદાન ગઢવીએ પાઠવી શુભેચ્છા
વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની નિશ્ચિત જીત ઉપર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વિસાવદરની જનતાનો ખુબ ખુબ આભાર. વિસાવદરની જનતાએ આખા ગુજરાતને સંદેશ આપ્યો છે ભાજપને જો કોઈ હરાવી શકે એમ હોય તો તે આમ આદમી પાર્ટી છે. આ પેટા ચૂંટણી એક યુદ્ધ હતું. ભાજપની સામ-દામ દંડ ભેદની કોઈપણ નીતિ કામ ન આવી. ગોપાલ ઇટાલીયા સહિત આ તમામ યુવા શક્તિની જીત છે છે. અમે અમારી સીટ પાછી જીતી છે. તમામ કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વની મહેનતનું આ પરિણામ છે.
'અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય રાજકારણમાં વાપસી' - અનુરાગ ધાંડા
વિસાવદરમાં AAPની લીડ અંગે, નેતા આશુતોષ ધાંડાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને લખ્યું, "રહે તે હૈ વો ખામોસ અકસર જમાને મેં જીનકે હુમર બોલતે હૈ. પ્રધાનમંત્રીના ગઢ ગણાતા ગુજરાતમાં વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને હરાવીને અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજકારણમાં જબરદસ્ત વાપસી કરી છે."





















