શોધખોળ કરો
અનલોક બાદ સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો
1 ફેબ્રુઆરી 2021ના રોજ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શોપીંગ સેન્ટરોમાં દુકાન ધરાવતા દુકાન ધારકોને એપ્રીલ 2021 થી જૂલાઇ 2021 સુધી ભાડામાં રાહત પેકેજ જાહેર કરેલ છે.
અનલોક બાદ સોમનાથ મંદિરમાં દર્શન માટે આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે. કોરોના કાળમાં ઈતિહાસમાં પ્રથમવાર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું. જોકે, અનલોક બાદ મંદિર ખુલતા હવે ધીમે ધીમે દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.
પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના ફેબ્રુઆરી માસ દરમ્યાન 4 લાખ 77 હાજર 296 જેટલા દર્શનાર્થીઓએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવેલ છે. સોમનાથમાં આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં 2020 ના વર્ષમાં જૂન માં 57,488, જૂલાઇમાં 1,00,393 ઓગસ્ટ માં 1,60,000, સપ્ટેમ્બરમાં 1,01,312, ઓકટોબરમાં 1,43,235 , નવેમ્બરમાં 3,59,640, ડીસેમ્બર માં 2,81,696 અને વર્ષ 2021માં જાન્યુઆરીમાં 4 ,38,000 અને ફેબ્રુઆરીમાં 4,77,296 દર્શનાર્થીઓએ દર્શન કર્યા છે.
તો આ તરફ 1 ફેબ્રુઆરી 2021ના રોજ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શોપીંગ સેન્ટરોમાં દુકાન ધરાવતા દુકાન ધારકોને એપ્રીલ 2021 થી જૂલાઇ 2021 સુધી ભાડામાં રાહત પેકેજ જાહેર કરેલ છે. આ અગાઉ એપ્રીલ 2020 થી જૂન સુધી સંપૂર્ણ ભાડુ માફ કરાયેલ અને જૂલાઇ થી માર્ચ 2021 નવ મહિના પ૦ ટકા તથા એપ્રીલ 2021 થી જૂલાઇ 2021ના ચાર માસ રપ ટકા ભાડામાં રાહત જાહેર કરેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement