(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યના શહેરી વિસ્તારના ધારાસભ્યોને વિકાસ કામો માટે 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા આવા 35 ધારાસભ્યો જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુથી ધારાસભ્ય દિઠ રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.
મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા આવા 35 ધારાસભ્યો-જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.
આણંદ નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાણી પૂરવઠા યોજનાના 130 કરોડના કામો મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર પાતાળ કૂવાનો જ જળસ્ત્રોત ધરાવતા આણંદ નગરને મળશે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ નગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાણી પુરવઠાના કામો માટે 130.35 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આણંદ નગરપાલિકાની પ્રવર્તમાન પાણીની જરૂરિયાત 37.70 એમ.એલ.ડી છે અને 24 એમ.એલ.ડી પાણી પુરું પાડવામાં આવે છે. એટલું જ નહિ, માત્ર પાતાળ કૂવાનો જ જળસ્ત્રોત ધરાવતા આણંદ માટે હવે આ સૂચિત યોજનામાંથી મહી નદીમાંથી ઈનટેક અને રાઈઝિંગ મેઈન દ્વારા પાણી અપાશે. મુખ્યમંત્રીએ આણંદ નગરની આગામી 2050 ના વર્ષની અંદાજિત વસ્તીની 78.33 એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત ધ્યાનમાં રાખીને આ મહત્વાકાંક્ષી યોજના માટેની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.