શોધખોળ કરો
Advertisement
અમરેલી: જેતપુર રોડ પર સિંગતેલ ભરેલા ટેન્કરે માપી પલટી, લોકોએ લૂંટ ચલાવી, જુઓ કેવા સર્જાયા દ્રશ્યો?
ટેન્કર પલટી મારતા તેલ રસ્તા પર વહેતુ થયું હતું. જેની જાણ આસપાસમાં રહેતા લોકોને થતાં લોકો જે વાસણ હાથમાં આવે તે લઈને દોડી આવ્યા હતા અને સિંગતેલની લૂંટ ચલાવી હતી.
અમરેલીઃ બગસરામાં ખાદ્યતેલ સિંગતેલ ભરેલું ટેન્કર રાત્રે પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતા તેલ રસ્તા પર વહેતુ થયું હતું. જેની જાણ આસપાસમાં રહેતા લોકોને થતાં લોકો જે વાસણ હાથમાં આવે તે લઈને દોડી આવ્યા હતા અને સિંગતેલની લૂંટ ચલાવી હતી.
લોકો ડોલ-કેરબા અને વાસણમાં સિંગતેલ ભરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાત્રે તો લોકોએ તેલની લૂંટ ચલાવી હતી, પરંતુ સવારે પણ કેટલાક લોકો તેલ લઇ જતા જોવા મળ્યા હતા. જમીન પરથી પણ કેટલાક લોકો પંચ વડે તેલ એકઠું કરી તેલ લઇ જઇ રહ્યા હતા.
નોંધનીય છે કે, ડ્રાઇવરે કાબૂ ગુમાવતા સિંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર જૂનાગઢથી પીપાવાવ તરફ જતું હતું તે દરમિયાન બનાવ બન્યો હતો. આ ઘટનામાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement