શોધખોળ કરો

સરકારની પીછેહટ: ધોરણ-12 પાસ પણ આપી શકશે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, નવી તારીખ જાહેર

આજે સરકારે કરેલી જાહેરાત અનુસાર બિન સચીવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી 17 નવેમ્બરના રોજ લેવામાં આવશે.

ગાંધીનગરઃ વિદ્યાર્થીઓના વિરોધની આગળ અંતે ગુજરાત સરકારે નમવું પડ્યું છે. 20મી ઓક્ટોબરના રોજ લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરીત પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યા બાદ હવે સરકારે નવી તારીખ જાહેર કરી છે. સાથે જ સરકારે બાદમાં જે લાયકાતમાં સુધારો કર્યો હતો તેને પણ રદ્દ કરીને જૂના ધારા ધોરણ અનુસાર જ પરિક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે. સરકારની પીછેહટ: ધોરણ-12 પાસ પણ આપી શકશે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, નવી તારીખ જાહેર સરકારની પીછેહટ: ધોરણ-12 પાસ પણ આપી શકશે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, નવી તારીખ જાહેર નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ અંગે જણાવ્યું કે, ' ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની જે પરીક્ષા રદ કરી હતી અને આની સામે ઉમેદવારોએ, વિદ્યાર્થી મંડળોએ, ભાજપનાં નેતાઓએ રાજ્ય સરકારને રજૂવાત કરી હતી કે આ પરીક્ષામાં ઉમેદવારો તૈયારી કરી છે તે રાજ્ય સરકારનાં નિર્ણયને રદ કરવો જોઇએ.' વધુમાં તેમણે કહ્યું કે, 'ધોરણ 12 પાસ અને સ્નાતક વિદ્યાર્થીઓ બધા જ ઉમેદવારોને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. જેમણે પરીક્ષા અંગેની નોંધણી કરેલા તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકે. આ બધા જ ઉમેદવારો ફરીથી પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા  હવે તારીખ 17-11-2019નાં રોજ યોજાશે. આ પરીક્ષા માટે 3171 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પસંદગી પામેલ ઉમેદવારોને સરકારી નોકરી આપવામાં આવશે.' સરકારની પીછેહટ: ધોરણ-12 પાસ પણ આપી શકશે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, નવી તારીખ જાહેર સરકારની પીછેહટ: ધોરણ-12 પાસ પણ આપી શકશે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, નવી તારીખ જાહેર ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ, અસિત વોરાએ જણાવ્યું કે, એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે ઉમેદવારો પરીક્ષા આપી શકશે જેમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. મહત્વનું છે કે, બિન સચિવાલય ક્લાર્કની 3771 પદોની ભરતી માટે સરકારે અગાઉ 12 પાસની શૈક્ષણિક લાયકાત રાખી હતી. જોકે, 20 ઓક્ટોબરે પરીક્ષા લેવાય તેના થોડા કલાકો પહેલા જ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાહેરાત કરાઈ હતી, અને તેની શૈક્ષણિક લાયકાત પણ 12 પાસથી વધારીને ગ્રેજ્યુએટ કરી દેવાઈ હતી. આ મામલે ખાસ્સો હોબાળો મચ્યો હતો. શૈક્ષણિક લાયકાત વધારાતા લાખો ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાથી વંચીત રહી જાય તેમ હતું. જેને લઈને જોરદાર વિરોદ શરુ થયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સચિવાલય પ્રદર્શન કરવા પણ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ મામલે લોકોએ વિરોદ વ્યક્ત કરવાનું શરુ કર્યું હતું. જો નેતાઓને ચૂંટણી લડવા માટે કોઈ શૈક્ષણિક લાયકાત ન હોય તો ક્લાર્ક જેવી સરકારી નોકરી માટે કેમ ગ્રેજ્યુએશનની લાયકાત રખાઈ રહી છે?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Embed widget