Gujarat: ગૌણ સેવા પસંદગી મંડળની 25થી 30 સપ્ટેમ્બર સુધી લેવાનારી પરીક્ષાઓ મોકૂફ
ગૌણ સેવા પસંદગી મંડળની 25થી 30 સપ્ટેમ્બપ સુધી લેવાનારી ખાતાકીય પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 25થી 30 સપ્ટેમ્બપ સુધી લેવાનારી ખાતાકીય પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અહેવાલ અનુસાર રાજયના વિવિધ સરકારી વિભાગોમાં સરકારી કર્મચારીઓ માટે યોજાતી ખાતાકિય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું તારીખ 25.09.2023 થી તા. 30.09.2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. મંડળ દ્વારા નવી તારીખો નક્કી થયા બાદ ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ સરકાર દ્વારા કરાઈ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું
આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ થશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જૂનાગઢમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ પોરબંદર, દ્વારકામાં પણ આજે ભારે વરસાદ રહેશે.
અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલમાં ગઈ કાલે સૌથી વધુ 24 cm વરસાદ વરસ્યો હતો. કચ્છ, પાટણ અને મોરબીમાં, આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જયારે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. 20 સપ્ટેબરે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સીઝનનો અત્યાર સુધી 105 ટકા વરસાદ નોંધાયો છે. આગામી 20 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે.
રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ
રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રેસકોર્ષ રીંગરોડ,યાજ્ઞિક રોડ,ગોંડલ રોડ,કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ પર ભારે વરસાદ વરસ્યો છે. શહેરના મવડી વિસ્તાર,150 ફૂટ રીંગ રોડ, મોટા મવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં વરસાદનું આગમન થયું છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.