AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ શરૂ કરી લોકસભા ચૂંટણીના તૈયારી, ચૈતર વસાવા સહિત 88 વિધાનસભા પ્રેસિડેંટની કરી નિમણૂંક
AAP Gujarat: અમરેલીમાં રવિ ધાનાણી, ડેડિયાપાડામાં ચૈતર વસાવા, જૂનાગઢમાં ચેતન ગજેરા, રાજકોટ રૂરલમાં વશરામ સાગઠીયાના નિમણૂક કરવામાં આવી છે,
AAP Gujarat : આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. પાર્ટી દ્વારા 88 વિધાનસભા પ્રેસિડેંટની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં અમરેલીમાં રવિ ધાનાણી, ડેડિયાપાડામાં ચૈતર વસાવા, જૂનાગઢમાં ચેતન ગજેરા, રાજકોટ રૂરલમાં વશરામ સાગઠીયાના નિમણૂક કરવામાં આવી છે,
ગુજરાત વિધાનસભામાં આપને કેટલી મળી સીટ
ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક 156 સીટ મળી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપ રાજકીય પક્ષને આટલી સીટ મળી નથી. કોંગ્રેસને 17 બેઠક મળી હતી. જ્યારે રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી, અપક્ષને 3 અને સમાજવાદી પાર્ટીને 1 સીટ મળી હતી.
આમ આદમી પાર્ટી ગુજરાતના સૌ નવનિયુક્ત વિધાનસભા પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન… pic.twitter.com/V77cUuVV6R
— AAP Gujarat (@AAPGujarat) February 1, 2023
કોણ છે ચૈતર વસાવા
ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ મોટ મળ્યા હતા. ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે, તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે.
ભાદરણ પાસે સ્કૂલ બસને નડ્યો અકસ્માત
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. આજે વહેલી સવારે આણંદના ભાદરણ પાસે સ્કુલ બસને અકસ્માત નડ્યોછે. જેમાં ઘાયલ થયેલી એક વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે અક્સ્માતમાં તમામ અન્ય બાળકોનો આબાદ બચાવ થયો. બસ રોડની સાઈડમાં ટર્ન ઓવર થતાં બનાવ બન્યો હતો. અક્સ્માત થતાં સ્થાનિકોના ટોળા એકઠાં થયા હતા. જે બાદ વાલીઓ બાળકોને લઈને ઘરે નીકળી ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
બુટલેગરોને માહિતી આપતાં કોન્સ્ટેબલ સામે શું પગલાં ભરવામાં આવ્યા ?
રાજકોટ જિલ્લાના જેતપુરમાં બુટલેગરોને માહિતી આપનાર ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. એક મહિના પૂર્વે જેતપુરના નવાગઢ વિસ્તારોના પાદર નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી હતી. જેની કોલ ડીટેલના આધારે ભાંડો ફૂટતા જિલ્લા પોલીસવડાએ આકરું પગલું ભરતાં કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા ,જગદીશ મકવાણા અને નિલેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. આ કોન્સ્ટેબલો બુટલેગરોને રેડની માહિતી આપતા હતા.