શોધખોળ કરો

રાજ્યના 30 હજારથી વધુ ખાનગી તબીબોની હડતાળ,  સરકારના ક્યા નિર્ણયનો કરી રહ્યા છે વિરોધ?

આઈએમએ સાથે સંકળાયેલી અમદાવાદની બે હજાર સહિત રાજ્યની ચાર હજારથી વધુ હોસ્પિટલો બંધમાં જોડાશે

ગાંધીનગરઃ રાજ્યના 30 હજારથી વધુ ખાનગી તબીબોની હડતાળ પર જશે. ICU ગ્રાઉંડ ફ્લોર પર રાખવાના સરકારના નિર્ણયનો તેઓ વિરોધ કરશે. હડતાળને પગલે દર્દીઓને સારવાર ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હોસ્પિટલોમાં આઈસીયુ ગ્રાઉંડ ફ્લોર પર જ રાખવા અને બિલ્ડિંગમાંથી કાચ દુર કરવાના નિર્ણયનો અમલ કરવા પ્રશાસન દ્ધારા હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી રહી છે. આ નિર્ણય સામે ગુજરાતના 30 હજાર જેટલા ખાનગી તબીબો આજથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી હડતાળ પર ઉતરશે. જેમાં ઓપીડી અને ઈમરજંસી સહિતની તમામ સેવા બંધ રખાશે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાંચે આ જાહેરાત કરી હતી. જેમાં આઈએમએ સાથે સંકળાયેલી અમદાવાદની બે હજાર સહિત રાજ્યની ચાર હજારથી વધુ હોસ્પિટલો બંધમાં જોડાશે. આ નિર્ણયને કારણે હજારોની સંખ્યામાં સર્જરી અટકી પડશે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના કાર્યાલયે સવારે 11 વાગ્યે તબીબો દેખાવો કરશે. ત્યાર બાદ મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર તેમજ સાંસદોને આવેદનપત્ર આપશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાંચ સાથે સંકળાયેલા ડૉ.મુકેશ મહેશ્વરી અને ડૉક્ટર કમલેશ સૈની સહિતના તબીબોએ જણાવ્યું કે હજારોની સંખ્યામાં ઓપરેશન અટકી પડશે તે નક્કી છે. ઈમરજન્સીમાં જે દર્દી આવશે તેમને નજીકની સરકારી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવશે. આઈસીયુ ન હોય તો મૃત્યુઆંક પણ વધી શકે તેમ છે. નિર્ણયનો અમલ કરતા પહેલા તબીબી સંગઠનના અભિપ્રાય લેવા જરૂરી છે.

Ahmedabad : કોંગ્રેસ કાર્યાલય ખાતે બજરંગદળના કાર્યકરોએ નેતાઓના ચહેરા પર લગાવી કાળી શાહી

અમદાવાદઃ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસી નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાવવાની ઘટના સામે આવતા રાજકારણ ગરમાયું છે. વહેલી સવારે કોઈ અજ્ઞાત લોકોના ટોળાએ કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે લાગેલ વિવિધ પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી. વહેલી સવારે 15 થી 20 લોકોના ટોળાએ આવું કાર્ય કર્યું હોવાની વિગતો સામે આવી છે. 

અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ કોંગ્રેસના પોસ્ટર પર કાળી શાહી લગાવી વિરોધ નોંધાવ્યો છે. જગદીશ ઠાકોરના લઘુમતી સમાજ પર કરેલા નિવેદનને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, તેમ જ્વલિત મહેતાએ જણાવ્યું હતું. કોંગ્રેસ ભવન પર હજ હાઉસ એવું લખાણ પણ લખવામાં આવ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા

ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ

શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી

પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...

'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું

અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો

Embed widget