શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ છોડીને આવેલા ક્યા 2 ધારાસભ્યોનાં પત્તાં કાપી નાંખ્યાં ?
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકો માટે ભાજપે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ તમામ આઠ બેઠકો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડી હતી.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકો માટે ભાજપે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ તમામ આઠ બેઠકો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડી હતી.
આ ધારાસભ્યો રાજીનામાં આપીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ તમામ ધારાસભ્યોને ફરી ટિકિટ મળશે તેવી શક્યતા હતી પણ ભાજપે ડાંગ અને ગઢડા બેઠક પરથી રાજીનામું આપનારા કોંગ્રેસી ધારાસભ્યોનાં પત્તાં કાપી નાખ્યાં છે. ભાજપે ડાંગ બેઠક પરથી મંગળ ગાવિતનું પત્તું કાપી નાંખ્યું છે જ્યારે ગઢડા બેઠક પરથી પ્રવિણ મારુનું પત્તું કાપી નાંખ્યું છે.
ભાજપે મંગળ ગાવિતને ટિકિટ નથી આપી અને તેના બદલે ડાંગ બેઠક પરથી વિજય પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ગઢડા બેઠક પરથી પ્રવિણ મારૂને બદલે આત્મારામ પરમારને ટિકિટ આપી છે. આ સિવાય બાકીની બેઠકોમાંથી મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા ,અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. આ તમામ ઉમેદવારો કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામાં આપનારા છે. લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી પણ આ બેઠક પરથી પણ સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલનું પત્તું કપાવાની શક્યતા છે.
સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં આઠ બેઠકોના ઉમેદવાર સંદર્ભે ચર્ચા હાથ ધરાઈ હતી અને બેઠકોના ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા પછી આ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion