Gujarat ABP C-Voter Survey: ગુજરાતમાં કઈ પાર્ટી સાથે છે પાટીદાર મતદારો? જાણો ઓપિનિયન પોલમાં શું મળ્યો જવાબ
ગુજરાતમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલા સી-વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે.

Gujarat ABP C-Voter Survey: ગુજરાતમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલા સી-વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે. આ હિસાબે, સત્તાધારી ભાજપ ગુજરાતમાં 1995 પછી રેકોર્ડ 7મી વખત ચૂંટણી જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપને 135 થી 143 સીટો વચ્ચે જીત મળવાની ધારણા છે. જે 2017ની કુલ 99 બેઠકો કરતાં ઘણી વધારે છે. ઓપિનિયન પોલ અનુસાર ભાજપ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડીને સત્તામાં વાપસી કરી શકે છે.
આ સર્વે રાજ્યની તમામ વિધાનસભા સીટો પર કરવામાં આવ્યો છે. આ સર્વેમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે. આ સર્વે દરમિયાન ગુજરાતની 182 બેઠકો માટે 37,528 લોકો સાથે વાત કરવામાં આવી હતી. ઓપિનિયન પોલમાં ભાજપને 47 ટકા વોટ શેર મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસને 32 ટકા અને આમ આદમી પાર્ટીને 17 ટકા વોટ શેર મળી રહ્યા છે.
સર્વે મુજબ ગુજરાતની જનતા ઉપર મોદીનો જાદુ બોલી રહ્યો છે, પરંતુ ગુજરાતની જ્ઞાતિઓનો ચૂંટણી મૂડ કેવો છે? શું કહે છે ગુજરાતના પાટીદાર મતદારો? આ પ્રશ્નોના ચોંકાવનારા પરિણામો મળ્યા છે. પાટીદાર મતદારોનું વલણ પણ ભાજપ તરફ જોવા મળી રહ્યું છે.
લેઉઆ પટેલ મતદાર કોની સાથે? (સોર્સઃ સી-વોટર)
ભાજપ-51%
કોંગ્રેસ-30%
આપ -15%
અન્ય - 4%
કડવા પટેલ મતદાર કોની સાથે છે? (સોર્સઃ સી-વોટર)
ભાજપ-49%
કોંગ્રેસ-34%
આપ-14%
અન્ય - 3%
નોંધ- એબીપી ન્યૂઝ માટે આ ઓપિનિયન પોલ સી-વોટર દ્વારા કરવામાં આવ્યો છે. આજના ઓપિનિયન પોલમાં તમામ જ્ઞાતિના લોકો પાસેથી તેમનો અભિપ્રાય જાણવામાં આવ્યો છે. આ સર્વેમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથે કરવામાં આવેલી વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાયો પર આધારિત છે. આ માટે એબીપી ન્યૂઝ જવાબદાર નથી.
આ પણ વાંચો.....





















