શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આ એક મતદાતા માટે ચૂંટણી પંચ ઉભુ કરશે મતદાન કેન્દ્ર

કેન્દ્રિય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે

ગીર સોમનાથઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રિય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે મતગણતરી આઠ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

રસપ્રદ વાત એ છે કે ચૂંટણી પંચ દરેક ચૂંટણીની જેમ આ વખતે પણ ગીરના જંગલમાં એક મતદાતા માટે ખાસ મતદાન કેન્દ્ર ઉભું કરશે. તે સિવાય વાગરામાં એક બુથ શિપિંગ કન્ટેનરમાં મતદાન કેન્દ્ર બનાવાશે. ચૂંટણી પંચે કહ્યું કે ગુજરાતના ગીરના જંગલમાં એક મતદાતા માટે એક મતદાન કેન્દ્ર સ્થાપિત કરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ ચૂંટણી સંસ્થાની તાકાત છે.

ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ માટે ખાસ મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવશે. બાણેજનાં મહંત ભરતદાસ બાપુ 2002થી અહીની નાગરિકતા ધરાવે છે. જેના કારણે છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન માટે અહી માત્ર એક મતદાતા માટે ખાસ બૂથનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે

બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

કેન્દ્રિય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી.  કેન્દ્રિય ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે મતગણતરી આઠ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.  પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. 

1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન

પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.

5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન

બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. બીજા તબક્કા માટે ફોર્મ ચકાસણી 15 નવેમ્બરે કરવામાં આવશે. બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.

કેન્દ્રિય ચૂંટણી પંચે મોરબી પુલ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાતમાં 4.9 કરોડ મતદાતાઓ છે. 4.6 લાખ મતદાતાઓ પ્રથમવાર મતદાન કરશે. રાજ્યમાં 51,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે. તમામ પોલિંગ બુથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. 9.87 લાખ મતદાતાઓ 80 વર્ષની ઉપરના છે. 1274 મતદાન કેન્દ્રો પર ફક્ત મહિલા કર્મચારીઓ તૈનાત રહેશે.

કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે 50 ટકા મતદાન કેન્દ્રોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમામ જિલ્લામાં એક એવું મતદાન કેન્દ્ર હશે જ્યાં યુવા કર્મચારી તૈનાત હશે. તમામ મતદાન કેન્દ્ર પર સરેરાશ 948 મતદારો છે. ગુજરાતમાં  4.9 કરોડ મતદાતા છે. 3 લાખ  24 હજાર  લોકો  પ્રથમવાર  મતદાન કરશે. 51782  પોલિગ સ્ટેશન ગુજરાતમાં હશે.જેમાં 1274 પોલિગ બૂથ મહિલા કર્મી જ તૈનાત હશે.. તમામ મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ હશે.ગુજરાતમાં 9.87 લાખ  મતદાતા 80 વર્ષ વય ઉપરના છે. 50 ટકા મતદાન કેન્દ્રનું લાઇવ દિવ્યાંગ મતદાતા માટે 182 મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે. દરેક જિલ્લામાં એક એવું પોલિંગ બુથ હશે, જેમાં યુવા કર્મી જ તૈનાત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget