Gujarat Assembly Election Result Live Updates : ગુજરાતના CM પદેથી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું રાજીનામુ
182માંથી ભાજપે 156 બેઠકો જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૫૩ ટકા વોટ શેર સાથે વિક્રમી 156 બેઠકો મેળવી છે
LIVE
Background
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીપદના કાર્યકાળમાં પણ આટલી મોટી જીત મેળવી નહોતી. 182માંથી ભાજપે 156 બેઠકો જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૫૩ ટકા વોટ શેર સાથે વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે. જે 60 વર્ષના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડયો છે.
હવે નવી સરકારની શપથવિધીની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ડિસેમ્બરે નવી સરકારનો શપથ સમારોહ યોજાશે. જેમાં પીએમ મોદી અને ગૃહ અમિત શાહ પણ હાજર રહેશે. શપથ ગ્રહણ પહેલા ભાજપના ચૂંટાયેલા સભ્યોની બેઠક મળશે. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનના નામની પસંદગી કરાશે. ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા જ્યાં મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી.
આ ચૂંટણીમાં આપના પાંચ એવા અજાણ્યા ચહેરાઓ છે કે જે વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા, ગારિયાધારથી સુધિર મકવાણા, જામજોધપુરથી હેમંત ખવા, વિસાવદરથી ભૂપત ભાયાણી અને ડેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો વિજય થયો છે. તો આમ આદમી પાર્ટીના મોટા ચહેરા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયાનો પરાજય થયો છે
ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી આપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ચૂંટણી હારી ગયા હતા. તેમને 59 હજારથી વધુ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મૂળુભાઈને 77 હજારથી વધુ મત મળ્યા હતા. તેઓ વર્ષ 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ વર્ષે 4 નવેમ્બરે તેમને મુખ્યમંત્રીપદનો ચહેરો તરીકે જાહેર કરાયા હતા.
અમદાવાદ શહેર 16 અને જિલ્લાની 5 મળી 21 બેઠક પૈકી 19 બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કૉંગ્રેસને માત્ર બે જ બેઠક મળી હતી. તો એક માત્ર પોરબંદર જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં ભાજપને ભવ્ય જીત મળી છે. પોરબંદર જિલ્લાની એક બેઠક પરથી કૉંગ્રેસ જ્યારે બીજી બેઠક પરથી સમાજવાદી પાર્ટીની જીત થઇ છે. તો કચ્છ જિલ્લાની 6 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 1995 બાદ પહેલીવાર તમામ બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી છે તો જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પરથી 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક બેઠક કૉંગ્રેસ તો એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. અમરેલી જિલ્લામાં 2017ની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો. પાંચેય બેઠક પર કૉંગ્રેસની જીત થઈ હતી.
ગુજરાતના CM પદેથી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું રાજીનામુ
ગુજરાતના CM પદેથી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું.
Chief Minister of Gujarat Bhupendra Patel submits the resignation of his government to Governor Acharya Devvrat. #GujaratElectionResult https://t.co/hcxor7YhyI pic.twitter.com/88e5lZnFRb
— ANI (@ANI) December 9, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજીનામું આપશે
ગાંધીનગરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજીનામું આપશે. રાજ્યપાલને મળીને તેઓ રાજીનામું સોંપશે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ-જાતિ નહી પરંતુ લાયકાતના આધારે પ્રાધાન્ય અપાશે. શપથવિધિ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે.
નવી સરકારમાં આ ધારાસભ્યો બની શકે છે મંત્રી
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકારમાં હર્ષ સંઘવી મંત્રી બને તે નક્કી છે. શંકર ચૌધરીને પણ મંત્રીપદ મળી શકે છે. પ્રદ્યુમનસિંહ જાડેજા અથવા વિરેન્દ્ર જાડેજા મંત્રી શકે છે. ઋષિકેશ પટેલ, રમણલાલ વોરા, જીતુ વાઘાણી, અલ્પેશ ઠાકોર અથવા હાર્દિક પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
નવી સરકારની શપથવિધી કાર્યક્રમ 12 ડિસેમ્બરે યોજાશે
ગુજરાતમાં નવી સરકારની શપથવિધી કાર્યક્રમ 12 ડિસેમ્બરે યોજાશે. જેને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નવી સરકારના મંત્રીમંડળમાં કોણ કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
ગુજરાતમાં કોગ્રેસનો સફાયો થયો
વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોગ્રેસનો સફાયો થયો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લા કોગ્રેસ મુક્ત થયા હતા. બીજી તરફ કૉંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. રાજ્યના 13 જિલ્લાઓમાં કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. રાજ્યના 13 જિલ્લાઓમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.