શોધખોળ કરો

આસારામ કેસના સાક્ષીની હત્યાના આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ, સાધુ બની હરિદ્ધારમાં રહેતો હતો

અખિલ ગુપ્તા આસારામનો રસોયો હતો અને દુષ્કર્મના કેસનો સાક્ષી હતો

અમદાવાદઃ બળાત્કારી આસારામના સાક્ષીની હત્યા કેસમાં ગુજરાત એટીએસે 7 વર્ષથી ફરાર વકીલ પ્રવીણ કાબલેને આખરે હરિદ્વારથી દબોચી લીધો હતો. મળતી જાણકારી અનુસાર, વર્ષ 2015માં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં અખિલ ગુપ્તાની હત્યા કરી દેવાઈ હતી.  અખિલ ગુપ્તા આસારામનો રસોયો હતો અને દુષ્કર્મના કેસનો સાક્ષી હતો.  આરોપ છે કે, આસારામે તેના વકીલ પ્રવીણ કાબલે મારફત બે શાર્પશૂટરની મદદથી રસોયા અખિલ ગુપ્તાની હત્યા કરાવી હતી.  હત્યા બાદ વકીલ પ્રવીણ કાબલે ફરાર હતો. તાજેતરમાં જ ATSને માહિતી મળી હતી કે તે હરિદ્વારમાં છૂપાયો છે. જેને પગલે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી તે સાધુના વેશમાં રહેતો હતો.

આસારામ અને તેના પુત્ર સામે થયેલા બળાત્કાર સહિતના કેસોના સાક્ષીના હત્યાના કેસમાં નાસતા ફરતા આરોપીની ગુજરાત એટીએસ દ્વારા ઉત્તરાખંડના હરિદ્વારથી ધરપકડ કરી હતી. આસારામના આશ્રમમાં રસોઈ અને સેવાનું કાર્ય કરતાં એવા સાક્ષી બનનાર અખિલ ગુપ્તાની વર્ષ 2015માં ઉત્તર પ્રદેશના મુઝફરનગરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં આસારામ દ્વારા તેના વકીલ પ્રવીણ કાબલે મારફતે કાર્તિક હળદર અને નીરજ નામના શાર્પ શૂટરોએ હત્યા કરી હતી.

ગુજરાત એટીએસના પીએસઆઇ વાયજી ગુર્જરને બાતમી મળી હતી કે આસારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યાના કેસમાં ફરાર આરોપી પ્રવીણ કાબલે હરિદ્વારમાં સાધુ બની છૂપાઈને રહે છે. જેથી એટીએસની ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપી પ્રવીણની ધરપકડ કરી હતી. પ્રવીણની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આસારામ આશ્રમમાં રસોઈ અને સેવાનું કાર્યકર્તા અખિલકુમાર ગુપ્તા આસારામની ધરપકડ બાદ તેના વિરુદ્ધમાં સાક્ષી બન્યો હતો. આસારામના કહેવાથી પ્રવીણે શાર્પશૂટર કાર્તિક અને નીરજ મારફતે વર્ષ 2015માં ઉત્તર પ્રદેશના મુઝફરનગરમાં અખિલની ગોળી મારીને હત્યા કરાવી હતી. હત્યા કર્યા બાદ પ્રવીણ ભાગી ગયો હતો. ત્રણ વર્ષ અલગ અલગ જગ્યાએ રહ્યો હતો અને ત્યારબાદ વર્ષ 2018થી ઉતરાખંડના હરિદ્વારમાં સાધુ બની રહેતો હતો. હાલમાં આરોપી પ્રવીણને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે.

Shraddha Murder Case: આફતાબને 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, DNA ટેસ્ટમાં શ્રદ્ધાના હાડકા અને બ્લડ સેમ્પલ પિતા સાથે થયા મેચ

Aftab Poonawala:  શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને કોર્ટે 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. અગાઉ આફતાબને આંબેડકર હોસ્પિટલમાંથી લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જ કોર્ટની ઉભી કરવામાં આવી હતી. અહીં જ આફતાબને રજૂ કરવામાં આવ્યો હતો. આ વાતની પુષ્ટિ કરતા સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે દિલ્હી પોલીસે મેજિસ્ટ્રેટને આંબેડકર હોસ્પિટલમાં જ કોર્ટ ઉભી કરવાની વિનંતી કરી હતી.

દિલ્હી પોલીસની ટીમ પ્રી-નાર્કો ટેસ્ટ પ્રક્રિયા માટે આફતાબને આંબેડકર હોસ્પિટલમાં લઈ ગઈ હતી. દરમિયાન, તે શનિવારે, 26 નવેમ્બર 2022 ના રોજ કોર્ટમાં હાજર થયો હતો અને સુનાવણી પછી કોર્ટે આફતાબને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે આફતાબનું નવું ઘર તિહાર જેલ હશે.

પોલીસ કેસ ઉકેલવા પ્રયાસ કરી રહી છે

શ્રદ્ધા હત્યા કેસનું રહસ્ય હજુ પણ અટવાયેલું છે. ભલે આરોપી આફતાબે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી લીધો હોય પરંતુ આવા અનેક સવાલો છે જે પોલીસ માટે પેચીદા બની રહ્યા છે. દિલ્હી પોલીસને હજુ સુધી એવા પુરાવા મળ્યા નથી જેનાથી તે કોર્ટમાં આફતાબને દોષિત સાબિત કરી શકે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget