શોધખોળ કરો
ગુજરાત ATSને મોટી સફળતા, 1500 કરોડના ડ્રગ્સ રેકેટના સંદિગ્ધને દબોચ્યો
ATSએ મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ રેકેટનો માફિયા મુનાફ હલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે ઝડપી પાડ્યો હતો. મુનાફ મુસા 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે.

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને મોટી સફળતા મળી છે. ATSએ મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ રેકેટનો માફિયા મુનાફ હલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે ઝડપી પાડ્યો હતો. તે ગયા વર્ષે ઓગસ્ટમાં ઝડપાયેલા રૂપિયા 1500 કરોડના ડ્રગ્સનો મુખ્ય સંદિગ્ધ છે. તે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે. તે પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો. આ મામલે વધારે માહિતી 3 વાગ્યે ગુજરાત એટીએસ પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે. નોંધનીય છે કે, એટીએસે ઝડપેલા ડ્રગ રેકેટનો મુનાફ મુસા 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે.
વધુ વાંચો




















