શોધખોળ કરો

Gujarat BJP Corona : ગુજરાત ભાજપમાં કોરોનાનો કાળો કેરઃ એક જ દિવસમાં ભાજપના બે ધારાસભ્યો સંક્રમિત

આજે એક જ દિવસમાં ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદમાં સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીરે ધીરે પીક પકડી રહી છે, ત્યારે એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આજે એક જ દિવસમાં ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદમાં સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કોરોના સંક્રમિત થતાં હોમ આઇસોલેટ થઈ ગયા છે. 

આ સિવાય આજે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.

ગઈ કાલે ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા કોરોના સંક્રમિત થયા હતા. અનિલ ઝોશીયારા અને તેમના પત્ની કોરોના સંક્રમિત થતાં બંને ક્વોરેન્ટાઇન થયા છે. 

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી ઘરે જ સારવાર લઇ રહ્યા છે. ગઈ કાલે ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા હતા. તેમણે જાણકારી આપતાં લખ્યું છે કે, અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.

રાજકોટમાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ટ્વિટ કરીને કુંવરજીભાઇ બાવળિયાએ જાણકારી આપી. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લા ભાજપના નેતા મનીષ ચાંગેલા અને હવે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. મુખ્યમંત્રીની રેલી બાદ એક બાદ એક નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છેય

આ પહેલા અમરેલીમાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત કોરોના ગ્રસ્ત થયા હતા. ગોવા ખાતે ફંક્શનમાં ગયા હતા દુધાત. સુરત પરત ફરતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વેકસીનના બંને ડોઝ લીધા હોવા છતાં ધારસભ્ય પ્રતાપ દુધાત કોરોના ગ્રસ્ત થયા. હાલ સુરત ખાતે પોતાના ઘરમાં ધારસભ્ય પ્રતાપ દુધાત થયા હોમ આઇશોલેટ છે. 

આ સિવાય વડોદરામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા કોરોના પોઝિટિવ થયા હતા. ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પુત્ર ધ્રુમિલ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બંને પિતા પુત્ર હોમ આઇસોલેશનમાં હતા. આ પહેલા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પ્રદેશ મંત્રી શીતલ સોની પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. આ પહેલા ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
Embed widget