શોધખોળ કરો

Gujarat ByPoll Election Result:  માણાવદર બેઠકનું પરિણામ આવ્યું સામે, જાણો કોની થઈ જીત

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની સાથે પેટા ચૂંટણીના પરિણામ પર  જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી.

ByPoll Election Result: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની સાથે પેટા ચૂંટણીના પરિણામ પર  જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીના પરિણામો  જાહેર થયા છે.  માણાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત થઈ છે. અરવિંદ લાડાણીની 30798 મતથી જીત થઈ છે. 

અરવિંદ લાડાણી 

અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. લાડાણી માણાવદરમાં ખેડૂતોમાં લોકપ્રિય નેતા છે. તેઓ હંમેશા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા જોવા મળ્યા છે. 2019 માં લાડાણી પેટા ચૂંટણીમાં ભાજપના નેતા જવાહર ચાવડા સામે હારી ગયા હતા પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્યા હતા. અરવિંદ લાડાણી 1997 થી કોંગ્રેસના પાયાના કાર્યકર છે. તેઓ 1989માં પહેલાવીર કોડવાવ ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ બે વખત જિલ્લા પંચાયત સભ્ય રહ્યા હતા.  આ સિવાય ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી હતી.

ખંભાત અને પોરબંદર બેઠક પર ભાજપની જીત થઈ છે. વાઘોડિયા બેઠક પર પણ ભાજપે જીત મેળવી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ધર્મન્દ્રસિંહને  1,26,905 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના કનુભાઈ ગોહિલને 45,144 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપની 81,761 મતથી જીત થઈ છે. 

ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર   પેટા ચૂંટણી યોજાઈ હતી.  પોરબંદર બેઠક પરથી અર્જૂનભાઈ મોઢવાડિયાની જીત થઈ છે. જ્યારે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાની જીત થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Embed widget