શોધખોળ કરો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને આપી મ્હાત, RT-PCR ટેસ્ટ આવ્યો નેગેટિવ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને મ્હાત આપી છે. તેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

અમદાવાદ: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને મ્હાત આપી છે. તેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ આજે મતદાન કરવા માટે સાંજે પાંચ વાગ્યે રાજકોટ જશે. 15 ફેબ્રુઆરીના રોજ કોરોનાગ્રસ્ત થયા બાદ મુખ્યમંત્રી રૂપાણી આજે એટલે કે 6 દિવસ બાદ કોરોનામુક્ત થઈ ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈની યુએન મહેતા હોસ્પિટલમાં કોરોના દર્દી તરીકેની સારવાર કરવામાં આવી હતી. આજે છ મહાનગરપાલિકા માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે સીએમ રૂપાણી આજે સાંજે 5 વાગે રાજકોટમાં મતદાન કરવાના છે. મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 ના મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સીએમ રૂપાણીએ આજે મતદાનના દિવસે ટ્વીટ કરીને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે અપીલ કરી છે.
વધુ વાંચો




















