શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં દારૂબંધી હળવી નહી થાય, જાણો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગુજરાતની નવી ટૂરિઝમ પોલિસીની જાહેરાત કરી છે. ગુજરાતમાં ટુરિઝમનો વિકાસ કરવા માટે વિવિધ ક્ષેત્રમાં 15થી 20 ટકા સબસિડીની જાહેરાત કરી છે.
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગુજરાતની નવી ટૂરિઝમ પોલિસીની જાહેરાત કરી છે. ગુજરાતમાં ટુરિઝમનો વિકાસ કરવા માટે વિવિધ ક્ષેત્રમાં 15થી 20 ટકા સબસિડીની જાહેરાત કરી છે. નવી પ્રવાસન નીતિમાં રૂપાણી સરકાર પ્રવાસન ઉદ્યોગ પર મહેરબાન થઈ છે. 50 થી 500 કરોડના એમ્યુઝમેંટ પાર્ક, થીમ પાર્ક અને વોટપ પાર્કમાં રોકાણ કરનારને 15 ટકા સબસિડી અપાશે. સ્પોર્ટ્સ અને એડવેન્ચર ટૂરિઝમ માટે સબસિડી અપાશે.
આ સાથે જ નવી પોલિસીમાં વર્લ્ડ ક્લાસ ટુરિઝમ પર ભાર મૂકાયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં દારૂબંધીમાં છૂટછાટ મુદ્દે સ્પષ્ટ કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી હળવી નહિ થાય.
જાહેર કરેલી આ નવી પ્રવાસન નીતિ 1 જાન્યુઆરી 2021 થી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે. આ નવી નીતિમાં રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણો અને સ્થાનિક સમુદાયો માટે રોજગાર અવસર ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
મનોરંજન
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion