શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કરી વિવિધ કમિટીની જાહેરાત, જાણો વધુ વિગતો
ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન તરીકે દિપક બાબરીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. કેમ્પેઈન કમિટીના ચેરમેન અર્જુન મોઢાવડીયાને બનાવાયા છે.
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે મહત્વની જાહેરાત કરી છે. કૉંગ્રેસે વિવિધ કમિટીની જાહેરાત કરી છે. ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન તરીકે દિપક બાબરીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. કેમ્પેઈન કમિટીના ચેરમેન તરીકે અર્જુન મોઢાવડીયા, સ્ટ્રેટેજીક કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકીના નામની જાહેરાત કરાઈ છે.
ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલ, મીડિયા એન્ડ પબ્લિસિટી કમિટીના ચેરમેન તરીકે તુષાર ચૌધરી અને પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટ કમિટીના ચેરમેન તરીકે કદિર પીરઝાદાની જાહેરાત કરવામાં આવી છે.
INC COMMUNIQUE
Imp Notification regarding constitution of Campaign Committee, Manifesto Committee, Strategy Committee, Election Management Committee, Media & Publicity Committee, Program Implementation Committee & Co-ordination Committee of Gujarat Pradesh Congress Committee pic.twitter.com/E16puOBGyh — INC Sandesh (@INCSandesh) December 24, 2020
બીજી તરફ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, નેતા વિપક્ષ પરેશ ધનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. પ્રદેશમાં હાલ નેતૃત્વ પરિવર્તન નહી થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion